Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (ડીએ) અને પેન્શનર્સ માટે મોંઘવારી રાહત (ડીઆર)માં 2 ટકાનાં વધારાને મંજૂરી આપી, જે 1 જુલાઈ, 2018થી ચુકવવામાં આવશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (ડીએ)નો વધારાનો હપ્તો તથા પેન્શનર્સને મોંઘવારી રાહત (ડીઆર) આપવાનાં નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી, જે 01.07.2018થી ચુકવવામાં આવશે. જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતમાં વધારાનું વળતર આપવા મંત્રીમંડળે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનાં મૂળભૂત પગાર/પેન્શન પર હાલનાં 7 ટકા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો છે.

મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં વધારાની સંયુક્ત અસર સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. 6112.20 કરોડ થશે અને નાણાકીય વર્ષ 2018-19માં રૂ. 4074.80 કરોડ થશે (જુલાઈ, 2018થી ફેબ્રુઆરી, 2019 સુધીનાં 08 મહિનાનાં ગાળા માટે).

મંત્રીમંડળનાં આ નિર્ણયનો લાભ કેન્દ્ર સરકારનાં આશરે 48.41 લાખ કર્મચારીઓને અને 62.03 લાખ પેન્શનર્સને મળશે.

આ વધારો સાતમા પગાર પંચની ભલામણોને આધારે સ્વીકૃત ફોર્મ્યુલા મુજબ કરવામાં આવ્યો છે.

***

NP/J.Khunt/GP/RP