Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે કેરળ સરકારને FACTની 481.79 એકર જમીનનું વેચાણ કરવાની અને FACT દ્વારા જમીનનાં વેચાણમાંથી પ્રાપ્ત થતી રકમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની દરખાસ્તોને મંજૂરી આપી છેઃ

  1. ફર્ટિલાઇઝર્સએન્ડકેમિકલ્સત્રાવણકોરલિમિટેડ (FACT)  દ્વારા 481.79 એકર જમીનનું કેરળ સરકારને નીચેની રીતે વેચાણઃ
  1. એકરદીઠરૂ. 1નાં દરે 150 એકર જમીન (એનાં બદલામાં કેરળ સરકાર FACTને 143.22 એકર જમીનનાં ફ્રી-હોલ્ડ અધિકારો આપવા સંમત થઈ હતી) અને
  2. એર્નાકુલમનાં જિલ્લા કલેક્ટર દ્વારા મૂલ્યાંકન કર્યા મુજબ એકરદીઠ રૂ. 2.4758 કરોડનાં ભાવે બાકીની 331.79 એકર જમીન
  1. FACT દ્વારા વેચાણમાંથી પ્રાપ્ત થતી રકમનો ઉપયોગ કાર્યકારી મૂડીની ખાધ દૂર કરવા, સરવૈયુ સુધારવા તથા કંપનીની સ્થિર વૃદ્ધિ માટે મૂડી વિસ્તરણ પ્રોજેક્ટનો અમલ કરીને ભૌતિક અને નાણાકીય કામગીરી વધારવા કંપનીને સક્ષમ બનાવવા માટે થશે.

મુખ્ય અસર:

આ મંજૂરીથી FACTને બેંકનું ઋણ ઘટાડવામાં અને ખાતરની ઉત્પાદન ક્ષમતા વધારવા અને માલ પરિવહન/કાચા માલનું સંચાલન કરવાની ક્ષમતાને અપગ્રેડ કરીને પ્રોજેક્ટનો અમલ કરવા મદદ મળશે.

લાભઃ

FACTને નવેસરથી બેઠી કરવાથી કંપનીનાં વિસ્તરણ અને વૈવિધ્યકરણ માટે તકોનું સર્જન થશે, જેનાં પરિણામે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે રોજગારીનું વધારે સર્જન કરવામાં મદદ મળશે. આની ચોખ્ખી અસરને પગલે કેરળ રાજ્યનાં અર્થતંત્રને વેગ મળશે અને દક્ષિણ ભારતમાં ખાતરની ઉપલબ્ધતામાં વધારો થશે. ખાતર અને રસાયણોની આયાત પર નિર્ભરતામાં ઘટાડો થવાથી દેશનાં વિદેશી વિનિમયમાં બચત થશે તેમજ ખાતર તથા ખાદ્ય સુરક્ષામાં વધારો પણ થશે. જમીનનાં વેચાણનાં અમલીકરણ પર નજર રાખવા નિયત સમયમર્યાદાનીસમાવેશકતા દ્વારા જમીનનાં વેચાણ પછી કામગીરી હાંસલ કરવા મેનેજમેન્ટની જવાબદારી સુનિશ્ચિત થશે. આ એકમકાચામાલઅને ઇંધણ તરીકે સ્વચ્છ એલએનજી તરફ વળ્યું છે, જેનાથી ઊર્જાદક્ષતા અને પર્યાવરણલક્ષી અનુકૂળતામાં સુધારો થશે.

 

DK/NP/J.Khunt/GP/RP