પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ખનીજ તેલ અને કુદરતી ગેસના ક્ષેત્રમાં ભારત સરકાર અને ફેડરેટીવ રિપબ્લિક ઓફ બ્રાઝિલ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી હતી.
આ સમજૂતી કરાર ખનીજ તેલ અને કુદરતી ગેસના ક્ષેત્રમાં બંને પક્ષેથી સહયોગ વધારશે. આ એમઓયુ અંતર્ગત બંને પક્ષો બ્રાઝિલ અને ભારતમાં ઈએન્ડપી પહેલોમાં સહયોગ સ્થાપિત કરવા, આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ કરવા, બ્રાઝિલ, ભારત અને ત્રીજા દેશોમાં લિક્વિફાઈડ નેચરલ ગેસ પ્રોજેક્ટ્સમાં સહયોગ માટે કામ કરશે અને ખનીજ તેલ ઊર્જા તથા પર્યાવરણીય મુદ્દાઓમાં સહયોગને પ્રોત્સાહન પણ આપશે જેમાં ઊર્જા નીતિઓ જેવી કે એનર્જી એફિશિયન્સી, એનર્જી રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા પ્રાદેશિક ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કના વિસ્તૃતિકરણનો સમાવેશ થાય છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિની આ મહીને આયોજિત ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન આ એમઓયુ પર હસ્તાક્ષર થાય તેવી સંભાવના છે.
**********
NP/DS/RP