Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ખેડૂતોને ટૂંકા ગાળાની પાક લોન પર બેંકોને વ્યાજમાં સહાયતાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2017-18માં ખેડૂતો માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ (આઇએસએસ)ને મંજૂરી આપી છે. આ ખેડૂતોને વર્ષે 4 ટકાના વ્યાજદર પર એક વર્ષની અંદર ચુકવવાપાત્ર રૂ. 3 લાખ સુધીની ટૂંકા ગાળાની પાક લોન મેળવવામાં મદદ કરશે. સરકારે આ હેતુ માટે રૂ. 20,339 કરોડની રકમ અંકિત કરી છે.

 

ઇન્ટરેસ્ટ સબવેન્શન સરકારી ક્ષેત્રની બેંકો (પીએસબી), ખાનગી ક્ષેત્રની બેંકો, સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી)ને તેમના ફંડના ઉપયોગ પર તથા નાબાર્ડને આરઆરબી અને સહકારી બેંકોને પુનઃધિરાણ માટે આપવામાં આવશે.

 

ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ એક વર્ષ માટે ચાલુ રહેશે અને તેનો અમલ નાબાર્ડ અને આરબીઆઈ દ્વારા થશે.

 

સ્કીમનો ઉદ્દેશ કૃષિ ઉત્પાદકતા અને દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા વાજબી દરે ટૂંકા ગાળાની પાક લોન માટે કૃષિ ધિરાણ વાસ્તવિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો છે.

 

સ્કીમની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છેઃ

  a)         કેન્દ્ર સરકાર તમામ તાત્કાલિક ચુકવણીકર્તાને વર્ષ 2017-18 દરમિયાન તેમના દ્વારા લેવાયેલી એક વર્ષ માટેની ટૂંકા ગાળાની પાક લોનથી રૂ. 3 લાખ સુધીની પાક લોન માટે વાર્ષિક 5 ટકા ઇન્ટરેસ્ટ સબવેન્શન પ્રદાન કરશે. એટલે કે ખેડૂતો વ્યાજ તરીકે ફક્ત 4 ટકા ચુકવણી કરશે. જો ખેડૂતો ટૂંકા ગાળાની પાક લોનની ચુકવણી સમયસર નહીં કરે, તો તેમને વ્યાજમાં પાંચ ટકા સહાયને બદલે ફક્ત 2 ટકા માફી કે સહાય મળશે.

b)   કેન્દ્ર સરકાર વર્ષ 2017-18 માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન તરીકે રૂ. 20,339 કરોડ પ્રદાન કરશે.

c)    વાવણી પછી પોતાના ઉત્પાદનના સંગ્રહ માટે 9 ટકા વ્યાજ પર ધિરાણ મેળવતા લઘુ અને સીમાંત ખેડૂતોને રાહત આપવા કેન્દ્ર સરકારે વ્યાજમાં 2 ટકા સહાયતા આપી છે એટલે કે 6 મહિના સુધીની લોન માટે વ્યાજનો દર 7 ટકા છે.

d)   કુદરતી આફત દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પ્રદાન કરવા 2 ટકાની વ્યાજ સહાય પુનર્ગઠિત રકમ પર પ્રથમ વર્ષ માટે પ્રદાન કરશે.

e)   ખેડૂતો સમયસર ટૂંકા ગાળાની પાક લોનની પુનઃચુકવણી નહીં કરે તો તેમને ઇન્ટરેસ્ટ સબવેન્શન અંતર્ગત 2 ટકાની માફી મળશે.

 

મુખ્ય અસર :   

 

કૃષિ ક્ષેત્રમાં ઊંચી ઉત્પાદકતા અને સંપૂર્ણ ઉત્પાદન હાંસલ કરવા ધિરાણ મહત્વપૂર્ણ ઇનપુટ છે. મંત્રીમંડળે ટૂંકા ગાળાની પાક લોન પર ખેડૂતોને વ્યાજમાં માફી સ્વરૂપે ઊભી થયેલી વિવિધ જવાબદારીઓ પૂર્ણ કરવા રૂ. 20,339 કરોડની રકમની મંજૂરી આપી છે. વળી તેમાંથી દેશમાં ખેડૂતોને આંતરિક ચીજવસ્તુઓની મહત્વપૂર્ણ જરૂરિયાતો પૂર્ણ કરવા વાવણી પછીના સંગ્રહ માટે લોન પણ આપવામાં આવશે. આ સંસ્થાગત ધિરાણ ખેડૂતોને ધિરાણના બિનસંસ્થાકીય ધિરાણમાંથી મુક્તિ આપવામાં મદદરૂપ થશે, જેમાં તેમને વ્યાજના અતિ ઊંચા દર ચુકવવાની ફરજ પડે છે.

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય) હેઠળ પાક વીમો પાક લોન સાથે સંલગ્ન હોવાથી ખેડૂતોને પાક લોનની સુલભતા દ્વારા સરકારની ખેડૂતલક્ષી પહેલોમાંથી લાભ મળશે.

 

સરકારની એક મહત્વપૂર્ણ પહેલ બજારમાં સુધારો છે, જે બજારમાં ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે લાભદાયક કિંમતો સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક એગ્રિકલ્ચર માર્કેટ (ઇ-એનએએમ) એપ્રિલ, 2016માં સરકારે શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ એપીએમસીને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર સંકલિત કરવાનો અને સ્પર્ધાત્મક રીતે કિંમતમાં સુધારો કરવા સક્ષમ બનાવવાનો હતો, જેથી ખેડૂતોને લાભ થાય. જ્યારે ખેડૂતોને ઓન-લાઇન વેપાર હાથ ધરવાની સલાહ આપવામાં આવી છે, ત્યારે તેઓ માન્યતા પ્રાપ્ત વેરહાઉસમાં તેમના ઉત્પાદનોનો સંગ્રહ કરીને વાવણી પછીની લોનનો લાભ લે એ મહત્વપૂર્ણ છે. લોન કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) ધરાવતા લઘુ અને સીમાંત ખેડૂતોને છ મહિનાના ગાળા માટે આ પ્રકારના સ્ટોરેજ પર વ્યાજમાં 2 ટકાની સહાય પર ઉપલબ્ધ છે. જ્યારે ખેડૂતોને બજારમાં તેજી લાગે અને મુશ્કેલીમાં વેચાણ ટાળવું હોય, ત્યારે તેમને વેચાણ કરવામાં મદદરૂપ થશે. એટલે તે તેમના કેસીસીને જીવંત રાખવા લઘુ અને સીમાંત ખેડૂતો માટે જરૂરી છે.

 

સરકાર ખેડૂતોની આવક વધારવા આતુર છે, જે માટે તેણે કેટલીક નવી પહેલો લોન્ચ કરી છે, જે બિયારણથી માર્કેટિંગ સુધીની પ્રવૃત્તિઓ ધરાવે છે. સંસ્થાગત સંસાધનો પાસેથી ધિરાણ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (પીએમકેએસવાય), પીએમએફબીવાય, ઇ-એનએએમ વગેરેમાં સોઇલ હેલ્થ કાર્ડ, ઇનપુટ મેનેજમેન્ટ, પર ડ્રોપ મોર ક્રોપ જેવી આ પ્રકારની તમામ સરકારી પહેલોમાં પૂરક બનશે.

 

પૃષ્ઠભૂમિ:  

 

સ્કીમ વર્ષ 2006-07થી ચાલુ છે. તે અંતર્ગત ખેડૂતો 7 ટકાના વ્યાજદરે રૂ. 3 લાખ સુધીની કન્સેશનલ પાક લોનનો લાભ લઈ શકે છે. અગાઉની તારીખથી એક વર્ષના ગાળાની અંદર તાત્કાલિક પુનઃ ચૂકવણી કરવામાં આવે તો તેઓ વધુ 3 ટકાની માફીનો લાભ પણ મેળવે છે. મુશ્કેલ સંજોગોમાં વેચાણને નિયંત્રણમાં રાખવાના પગલાં સ્વરૂપે નિગોશિયેબલ વેરહાઉસ રીસિપ્ટ્સ (એનડબલ્યુઆર) સામે માન્યતા પ્રાપ્ત વેરહાઉસમાં સંગ્રહ માટે વાવણી પછીની લોન કેસીસી ધરાવતા લઘુ અને સીમાંત ખેડૂતો માટે 6 મહિના માટે ઉપલબ્ધ છે. વર્ષ 2016-17 દરમિયાન શોર્ટ ટર્મ ક્રોપ લોનનું વોલ્યુમ રૂ. 6,22,685 કરોડ હતું, જેણે રૂ. 6,15,000 કરોડના લક્ષ્યાંકને વટાવ્યો છે.

 

ધ્યાનમાં રાખવા જેવી બાબતઃ ઇલેક્ટ્રોનિક મીડિયા માટે બ્રીફ

 

સરકાર વિવિધ બેંકો અને સહકારી બેંકોને ટૂંકા ગાળાની પાક લોન માટે વ્યાજમાં માફી પ્રદાન કરે છે, જેથી તેઓ ખેડૂતોને 7 ટકાના રાહત દરે લોન આપે છે અને જો ખેડૂતો સમયસર લોનની ચુકવણી કરે તો વ્યાજમાં વધારે 3 ટકા માફી આપવામાં આવે છે. હકીકતમાં ખેડૂતોને પાક લોન 4 ટકાના વ્યાજદરે ઉપલબ્ધ છે. સ્કીમમાં નાણાકીય ભીડમાં વેચાણ ટાળવા 6 મહિના સુધી ઉત્પાદનનો સંગ્રહ કરવા વેરહાઉસિંગ ડેવલપમેન્ટ રેગ્યુલેટરી ઓથોરિટી (ડબલ્યુડીઆરએ) દ્વારા માન્યતા પ્રાપ્ત વેર હાઉસમાં સંગ્રહ માટે 7 ટકાના છૂટછાટના દરે વ્યાજ સહિત અન્ય લાભો આપવાની કલ્પના કરવામાં આવી છે. આ ખેડૂતોને સંસ્થાગત ધિરાણ પ્રદાન કરશે અને તેમને ધિરાણના બિનસંસ્થાગત સ્ત્રોતોમાંથી મુક્તિ અપાવશે, જેમાં તેમને શાહૂકારોના શોષણનો ભોગ બનવું પડે છે. ટૂંકા ગાળાની પાક લોનના તમામ એકાઉન્ટને ચાલુ વર્ષથી આધાર સાથે જોડવામાં આવશે. 

 

J.Khunt/TR