Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ચંદીગઢ હાઉસિંગ બોર્ડ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશના કર્મચારીઓ માટે સેલ્ફ ફાયનાન્સીંગ હાઉસિંગ સ્કીમ હેઠળ 3930 એપાર્ટમેન્ટની ફાળવણીના સંદર્ભમાં બાંધકામ માટે જમીન આપવાની દરખાસ્તને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના કર્મચારીઓ માટે સેલ્ફ ફાયનાન્સીંગ સ્કીમ હેઠળ જમીનની ફાળવણીની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

મુદ્દા પ્રમાણે વિગતઃ

ચંદીગઢના વહિવટી તંત્રએ કેન્દ્ર શાસિત પ્રદેશના કર્મચારીઓ માટે “સેલ્ફ ફાયનાન્સીંગ હાઉસિંગ સ્કીમ-2018” યોજનાને મંજૂરી આપી હતી. આ મુજબ 3,930 આવાસોના બાંધકામ માટે કુલ 73.3 એકર જમીન સુનિશ્ચિત કરવામાં આવી હતી. આમાંથી 11.8 એકર જમીનનો કબજો ચંદીગઢ હાઉસિંગ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. ચંદીગઢ હાઉસિંગ બોર્ડે એક તાકીદની દરખાસ્તમાં 61.5 એકર જમીન માટે દરખાસ્ત મૂકી હતી.

ચંદીગઢ હાઉસિંગ બોર્ડની આ યોજનાની મુખ્ય અમલીકરણ એજન્સી તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ મુજબ ચંદીગઢ હાઉસિંગ બોર્ડે “સેલ્ફ ફાયનાન્સીંગ હાઉસિંગ સ્કીમ-2018”   શિર્ષક હેઠળ 99 વર્ષના ભાડાપટ્ટે ચંદીગઢ વહિવટી તંત્રના કર્મચારીઓ માટે 2008માં આવાસ યોજનાની જાહેરાત કરી હતી.

મુખ્ય અસરઃ

આ તાકીદની યોજનામાં ચંદીગઢ વહિવટી તંત્રના કર્મચારીઓ માટે ફ્લેટનું બાંધકામ સંકળાયેલું હોવાથી કેટલાક બ્લૂ કોલર કામદારોને પ્રોજેક્ટના ગાળા દરમિયાન સરકારની તિજોરી પર બોજો પડે નહીં તે રીતે સીધી અથવા આડકતરી રોજગારી પ્રાપ્ત થશે.

 

RP