Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંસ્થાઓમાં સહયોગ પર ભારત અને કેનેડા વચ્ચેના સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) અને ચાર્ટર્ડ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ ઑફ કેનેડા (સીપીએ કેનેડા) વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષરને મંજૂરી આપી હતી.

વિગત :

મંત્રીમંડળે આ મંજૂરી વર્ષ 2011માં હસ્તાક્ષર થયેલા એમઓયુની પૂર્વોત્તર મંજૂરીનાં સંદર્ભમાં અને ભારતની આઈસીએઆઈ અને કેનેડાની સીપીએ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર માટે આપી છે. આ એમઓયુ અંતર્ગત પારસ્પરિક સભ્યપદ માટે વ્યવસ્થાની પરિકલ્પના કરવામાં આવી છે, જે વિશિષ્ટ માપદંડોની સાથે બંને સંસ્થાઓનાં સભ્યને લાગુ પડશે. આ એમઓયુ અંતર્ગત સહયોગની પરિભાષા અને પ્રવેશ સ્તર પર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વ્યાવસાયિક ગુણવત્તા, કૌશલ્ય અને કાર્યદક્ષતાનું મૂલ્યાંકન સામેલ છે.

અસર :

આનો ઉદ્દેશ આઈસીએઆઈનાં સભ્યો, વિદ્યાર્થીઓ અને તેમની સંસ્થાઓનાં વ્યાપક હિતમાં પારસ્પિરક રીતે લાભદાયક સંબંધ વિકસિત કરવાનો છે. આ એમઓયુ આઈસીએઆઈનાં સભ્યોને તેમની વ્યાવસાયિક પહોંચ વધારવા માટે તકો પ્રદાન કરશે. સાથે-સાથે આઈસીએઆઈ સ્થાનિક દેશોની બ્રાન્ડને ઊભી કરવા માટે મજબૂતી પ્રદાન કરતી સંસ્થા સ્વરૂપે બહાર આવશે. આ એમઓયુ આઈસીએઆઈ અને સીપીએ કેનેડા વચ્ચે કામગીરી કરવા માટે મજબૂત સંબંધ સ્થાપિત કરશે.

લાભાર્થી :

આ સમજૂતી કરાર (એમઓયુ) વધુમાં વધુ ભારતીય યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને “સીપીએ કેનેડા”માંથી વ્યાવસાયિક માન્યતા મેળવવા પ્રોત્સાહન આપશે અને તેમને કેનેડામાં મહત્તમ વ્યાવસાયિક તકો મેળવવા મદદરૂપ થશે. અનેક ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેનેડાની કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે અને તેમને સીપીએ કેનેડામાંથી માન્યતા મળેલી છે. કેનેડાનાં ઉદ્યોગજગતને ભારતીય પ્રતિભા અને કૌશલ્યમાં વિશ્વાસ છે તથા ત્યાંની કંપનીઓ તેમની નિમણૂક કરવા માટે આગળ વધી રહી છે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંક :

આ એમઓયુ એ સભ્યોને લાગુ થશે, જેમણે આઈસીએઆઈ અથવા કેનેડિયન પ્રોવિન્શિયલ સીપીએ સંસ્થાઓમાંથી જરૂરી અભ્યાસ કર્યો હોય, પરીક્ષા આપી હોય અને પ્રાયોગિક અનુભવ પ્રાપ્ત કરનાર આઈસીએઆઈ અથવા કેનેડિયન પ્રોવિન્શિયલ સીપીએ સંસ્થાઓમાંથી સભ્યપદ મેળવ્યું હોય. આ સમજૂતી એ વ્યક્તિઓને ઓટોમેટિક લાગુ નહીં થાય, જેમણે કોઈ ત્રીજા પક્ષની અન્ય સમજૂતી અંતર્ગત આઈસીએઆઈ અથવા કેનેડિયન પ્રોવિન્શિયલ સીપીએ સંસ્થાઓમાંથી સભ્યપદ પ્રાપ્ત કર્યું છે.

પૃષ્ઠભૂમિ :

આઈસીએઆઈ ભારતની સંસદ દ્વારા પસાર કરેલા કાયદા ધ ચાર્ટર્ડ એકાઉન્ટ ધારા, 1949 અંતર્ગત સ્થાપિત એક બંધારણીય સંસ્થા છે. તેનો ઉદ્દેશ ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વ્યવસાયનું નિયમન કરવાનો છે. “સીપીએ કેનેડા” ઇન્સ્ટિટ્યૂટ કેનેડિયન એકાઉન્ટિંગ વ્યવસાયિકોની મદદ માટે સ્થાપિત એક રાષ્ટ્રીય સંસ્થા છે.

 

RP