Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે જળ સંસાધન ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા ભારત અને મોરોક્કો વચ્ચે સમજૂતીકરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે જળ સંસાધનનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે ભારત અને મોરોક્કો વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી છે.

આ એમઓયુનો આશય જળ સંસાધન વિકાસ અને વ્યવસ્થાનાં ક્ષેત્રમાં તેમની કુશળતા અને સંબંધિત કાયદાનાં માળખાની અંદર સહકાર વધારવાનો છે. આ સમજૂતીકરાર હેઠળ દ્વિપક્ષીય સહકારનાં ક્ષેત્રોમાં સામેલ છેઃ

1. હાઇડ્રોલિક માળખાનાં આયોજન, અમલ અને જાળવણી, ખાસ કરીને મોટા જળાશયો અને જળ હસ્તાંતરણ પ્રોજેક્ટ માટે;

2. સંપૂર્ણ જળ સંસાધન વ્યવસ્થાપન એટલે કે સપાટી પરનાં અને ભૂગર્ભ જળનાં સંસાધનોનાં ઉપયોગનું સંયોજન, પાણીનાં વપરાશની કાર્યદક્ષતામાં વધારો, આબોહવામાં ફેરફાર સાથે સંબંધિત લવચિકતા અને અનુકૂલન, એક્વિફાયર્સ, સંસ્થાકીય અને નિયમનકારી પાસાંનું કૃત્રિમ રિચાર્જ;

3. પૂર અને દુષ્કાળનું વ્યવસ્થાપન;

4. રિચાર્જમાં વધારા સહિત ભૂગર્ભ જળનાં સ્ત્રોતોનો સ્થાયી વિકાસ અને વ્યવસ્થાપન; અને

5. વરસાદનાં પાણીનો સંચય અને મૂલ્યાંકન તથા આબોહવા સાથે લવચિકતા અને સ્વીકાર્યતા

સહકારમાં આ બાબતો પણ સામેલ છે

1. નિષ્ણાતોની મુલાકાતોનું આદાનપ્રદાન અને મિશન;

2. જળ સંસાધનનાં ક્ષેત્રમાં કાર્યક્રમો, પ્રકાશનો, કુશળતા અને પરિણામો પરની માહિતીનું આદાનપ્રદાન;

• મોરોક્કો અને ભારતમાં ઉપર ઉલ્લેખિત ક્ષેત્રોમાં પ્રોજેક્ટનો વિકાસ: બંને દેશોમાં સામાજિક-આર્થિક ક્ષેત્રો સાથે ભાગીદારીની વ્યવસ્થા વિકસાવવી;

1. જળ સાથે સંબંધિત કાર્યક્રમો અને પ્રોજેક્ટનાં નિષ્ણાતોની પારસ્પરિક સહભાગીતા સુનિશ્ચિત કરવી;

2. અને હાઇડ્રોલિક બેઝિન્સમાં સંપૂર્ણ જળ સંસાધન વ્યવસ્થાપનનાં સિદ્ધાંતોનાં અમલ પર કુશળતા વહેંચવાનાં ઉદ્દેશ સાથે બંને દેશોની હાઇડ્રોલિક બેઝિન સંસ્થાઓ વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવું.

આ એમઓયુ સંયુક્ત કાર્યકારી જૂથ (જેડબલ્યુજી) સ્થાપિત કરવાની જોગવાઈ પણ પ્રદાન કરે છે, જેમાં એમઓયુનો અમલ કરવા હાથ ધરવામાં આવનાર પ્રવૃત્તિઓ પર નજર રાખવા બંને દેશોનાં સભ્યો સમાન સંખ્યામાં સામેલ હશે. કાર્યકારી જૂથ ભારત અને મોરોક્કોમાં વારાફરતી વાર્ષિક બેઠકો યોજશે. આ ઉપરાંત કાર્યકારી જૂથ ટેલીફોન કે વીડિયો કોન્ફરન્સિંગનો ઉપયોગ કરીને કોઈ પણ સમયે ચર્ચાવિચારણા કરી શકે છે.

વૈજ્ઞાનિક, ટેકનિકલ અને ટેકનોલોજી ક્ષેત્રો પર કેન્દ્રિત સહકાર બંને દેશોની જળ સંસાધન સાથે સંબંધિત સરકારી અને ખાનગી સંસ્થાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સ્થાપિત કરવા/વિકસાવવા પ્રોત્સાહન આપશે. જ્યારે આધુનિક ટેકનિક અને ટેકનોલોજી પર કુશળતા અને અનુભવોનું આદાનપ્રદાન કરવામાં આવશે, ત્યારે બંને દેશો તેમની કુશળતા વધારી શકે છે અને એકબીજાની કુશળતામાં નવી જાણકારી મેળવી શકે છે.

પૃષ્ઠભૂમિ:

જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર મંત્રાલય નીતિ અને ટેકનિકલ કુશળતાવહેંચી, તાલીમ અભ્યાસક્રમો, કાર્યશાળાઓ, વૈજ્ઞાનિક અને ટેકનિકલ સીમ્પોઝિયા યોજી, નિષ્ણાતોનાં આદાનપ્રદાન અને અભ્યાસ ટૂર્સ યોજી જળ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપનમાં અન્ય દેશો સાથે દ્વિપક્ષીય સહકારનો વિચાર કરવામાં આવ્યો છે. ભારત અને આફ્રિકાનાં દેશો વચ્ચે ચાલુ સહકારને ધ્યાનમાં રાખીને જળ સંસાધનમાં અનુભવ અને કુશળતાનું આદાનપ્રદાન કરવા મોરોક્કો સાથે સમજૂતી કરવાનો નિર્ણય લેવાયો હતો.

J.Khunt