Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે જાપાનના નવી ઊર્જા અને ઔદ્યોગિક ટેકનોલોજી વિકાસ સંસ્થા અને નાણાં મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તથા એમ્સ વચ્ચે દિલ્હીમાં એમ્સમાં આઇસીટી આધારિત ગ્રીન હોસ્પિટલ માટે આઇસીટી આધારિત ગ્રીન હોસ્પિટલના ડિમોન્સ્ટ્રેશન પ્રોજેક્ટ સાથે સંબંધિત એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હીમાં એમ્સમાં આઇસીટી આધારિત ગ્રીન હોસ્પિટલ માટે ડિમોન્સ્ટ્રેશન પ્રોજેક્ટના સંબંધમાં જાપાનની નવી ઊર્જા અને ઔદ્યોગિક ટેકનોલોજી વિકાસ સંસ્થા (એનઇડીઓ) અને નાણાં મંત્રાલય (આર્થિક બાબતોનો વિભાગ), સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ અને અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થા (એમ્સ) વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી.
આ પ્રોજેક્ટમાં નીચેની કામગીરી સામેલ હશે:

a. એન્જિનીયરિંગ અને ડિઝાઇન, નિર્માણ અને ઉપકરણની કામગીરી માટે જરૂરી સર્વે,

b. મૂળભૂત આયોજન અને એન્જિનીયરિંગ તથા ઉપકરણની ડિઝાઇન,

c. ઉપકરણનું ઉત્પાદન અને પરિવહન,

d. નાગરિક કામ, નિર્માણ અને ઇન્સ્ટોલેશન

e. ઉપકરણ શરૂ કરવું,

f. ઉપકરણનું પ્રદર્શન, અને

g. ભારતમાં ટેકનોલોજીનો પ્રસાર.

આ એમઓયુ સહી થયાની તારીખથી અમલમાં આવશે અને 31 માર્ચ, 2020 સુધી અમલમાં રહેશે.
પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતમાં ઊર્જાના અસરકારક ઉપયોગ અને પર્યાવરણના સંરક્ષણમાં પ્રદાન કરવાનો છે, જે માટે એમ્સ, દિલ્હીમાં ઊર્જા કાર્યદક્ષ અને આઇટી સંબંધિત ઉપકરણ સ્થાપિત કરવામાં આવશે તથા ઊર્જા વ્યવસ્થાપન વ્યવસ્થા અને આઇટી સિસ્ટમ પ્રદર્શિત કરવામાં આવશે. ઉપકરણના પ્રસાર મારફતે ભારતમાં ટેકનોલોજીના પ્રસાર માટે વ્યાપક સ્તરે પ્રયાસ કરવામાં આવશે.

AP/J.Khunt/TR/GP