Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ટેક્સટાઇલ ક્ષેત્રને ટેકો આપવા રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સંલગ્ન કરવેરા માફ કરવાની યોજનને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં ટેક્સટાઇલ ક્ષેત્રને ટેકો આપવા રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સંલગ્ન કરવેરા માફ કરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તેનાથી સરકાર સીવાયેલા તૈયાર કપડાની નિકાસ માટેનાં દર શૂન્ય કરવા મટે વિવિધ પગલાં લેવા સક્ષમ બનશે.

લાભ:

પ્રસ્તાવિત પગલા ટેક્સટાઇલ ક્ષેત્રને સ્પર્ધાત્મક બનાવશે એવી અપેક્ષા છે. એપેરેલ અને તૈયાર કપડાનાં ક્ષેત્રને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનાં તમામ કરવેરામાંથી માફી આપવાથી શૂન્ય દરે નિકાસ થઈ શકશે, જેથી નિકાસ બજારોમાં ભારતની સ્પર્ધાત્મકતા વધશે તથા ટેક્સટાઇલ અને એપેરલ ક્ષેત્રની સમાન અને સમાવેશી વૃદ્ધિ સુનિશ્ચિત થશે.

 

RP