પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે બીજા તબક્કાના પ્રોજેક્ટ માટે 10 રાજ્યોમાં 96 જિલ્લાઓના ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત (એલડબ્લ્યુઈ) વિસ્તારોમાં ગૃહ મંત્રાલય દ્વારા પસંદ કરાયેલા 4072 ટાવર સ્થળો પર મોબાઇલ સેવા પૂરી પાડવા માટે “સાર્વત્રિક સેવા જવાબદારી ભંડોળ (યુએસઓએફ)” સમર્થિત યોજનાને મંજુરી આપી દીધી છે. આ સમગ્ર પરિયોજનાનો કુલ ખર્ચ 7,330 કરોડ રૂપિયા થશે.
આ નેટવર્ક ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત ક્ષેત્રોમાં તૈનાત કરવામાં આવેલા સુરક્ષા અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાશે. આ પ્રોજેક્ટ સંપર્ક વિહોણા ગામડાઓને મદદ પહોંચાડવા માટે પણ મોબાઇલ સેવાઓ પૂરી પાડશે જે એ પ્રદેશોની આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારો લાવશે. તે પછાત વિસ્તારોમાં ઈ-ગવર્નન્સની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પૂરું પડશે અને બીજી બાજુ ડાબેરીઉગ્રવાદથી પ્રભાવિત ક્ષેત્રોમાં ડિજિટલ મોબાઈલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે.
10 રાજ્યોમાં પ્રસ્તાવિત ટાવર સ્થળોની સંખ્યા નીચે મુજબ છે:
|
1 |
આંધ્ર પ્રદેશ |
8 |
429 |
|
2 |
બિહાર |
8 |
412 |
|
3 |
છત્તીસગઢ |
16 |
1028 |
|
4 |
ઝારખંડ |
21 |
1054 |
|
5 |
મધ્ય પ્રદેશ |
1 |
26 |
|
6 |
મહારાષ્ટ્ર |
2 |
136 |
|
7 |
ઓડિશા |
18 |
483 |
|
8 |
તેલંગાણા |
14 |
118 |
|
9 |
ઉત્તરપ્રદેશ |
3 |
179 |
|
10 |
પશ્ચિમ બંગાળ |
5 |
207 |
|
કુલ |
10 રાજ્યો |
96 |
4072 |
ક્રમ | રાજ્ય | જિલ્લા | ટાવર સ્થળોની સંખ્યા |
|---|
પૂર્વભૂમિકા:
અ) એલડબ્લ્યુઈ પ્રોજેક્ટ – પ્રથમ તબક્કો
બ) એલડબ્લ્યુઈ પ્રોજેક્ટ – બીજો તબક્કો
NP/J.Khunt/GP/RP