Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે તમિલનાડુના મુખ્યમંત્રી સેલ્વી જે જયલલિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં તમિલનાડુનાં મુખ્યમંત્રી સેલ્વી જે જયલલિતાના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. જયલલિતાનું અવસાન 5.12.2006ના રોજ ચેન્નાઈમાં એપોલો હોસ્પિટલમાં થયું હતું.

મંત્રીમંડળે જયલલિતાને શ્રદ્ધાસુમન સ્વરૂપે બે મિનિટનું મૌન પાળ્યું હતું અને શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ ઠરાવનો પાઠ નીચે મુજબ છેઃ

“મંત્રીમંડળ ચેન્નાઈમાં એપોલો હોસ્પિટલ ખાતે 5.12.2016ના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી સેલ્વી જે જયલલિતાના દુઃખદ અવસાન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરે છે. દેશે “અમ્મા” તરીકે લોકપ્રિય એક પીઢ અને પ્રતિભાશાળી નેતા ગુમાવ્યાં છે.

2. 24 ફેબ્રુઆરી, 1948ના રોજ મૈસૂરમાં જન્મેલાં સેલ્વી જે જયલલિતાએ બેંગાલુરુની બિશપ કોટન ગર્લ્સ હાઈસ્કૂલ અને ચેન્નાઈમાં પ્રેઝન્ટેશન કોન્વેન્ટ ચર્ચ પાર્કમાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓ તમિલ, તેલુગુ, કન્નડ, હિંદી, અંગ્રેજી અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં ઉત્કૃષ્ટ કારકિર્દી ધરાવતા હતા. તેઓ ભરતનાટ્યમ, મોહિની અટ્ટમ, કથક અને મણિપુરી જેવા પરંપરાગત અને શાસ્ત્રીય નૃત્યોમાં પણ પારંગત હતા. તેમને 1972માં તમિલનાડુની સરકારે કલાઇમમાની એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

3. સેલ્વી જે જયલલિતાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને 1982માં એઆઇએડીએમકેમાં સભ્ય બન્યાં હતાં. તેઓ 1984માં રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયાં હતાં. તેઓ 1989માં તમિલનાડુની વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં. તેમણે 1984માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં એઆઇએડીએમકેની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વર્ષ 1989માં તેઓ તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષનાં પ્રથમ મહિલા નેતા બન્યાં હતાં.

4. તેઓ 1991માં તમિલનાડુનાં મુખ્યમંત્રી બન્યાં હતાં અને તેમણે જૂન, 1991થી મે, 1996 સુધી, મે, 2001થી સપ્ટેમ્બર, 2001, માર્ચ, 2002થી મે, 2006 સુધી, મે, 2011થી સપ્ટેમ્બર, 2014 સુધી અને મે, 2015થી 5.12.2016 સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

5. તમિલનાડુની જનતાએ લોકપ્રિય નેતા ગુમાવ્યાં છે. મંત્રીમંડળ સરકાર અને સંપૂર્ણ રાષ્ટ્ર વતી તમિલનાડુના લોકોને ખરા હૃદયથી શોકની લાગણી વ્યક્ત કરે છે.”

TR