Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે દક્ષિણ એશિયાઈ દરિયાઈ ક્ષેત્રમાં ઓઇલ અને રાસાયણિક પ્રદૂષણ પર સહયોગ માટે ભારત અને દક્ષિણ એશિયા સહકારી પર્યાવરણ કાર્યક્રમ વચ્ચે થયેલા સમજૂતીકરારને મંજૂરીઆપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે દક્ષિણ એશિયાઈ દરિયાઈ ક્ષેત્રમાં ઓઇલ અને રાસાયણિક પ્રદૂષણ પર સહયોગ માટે ભારત અને દક્ષિણ એશિયા સહકારી પર્યાવરણ કાર્યક્રમ (એસએસીઈપી) વચ્ચેનાં સમજૂતીકરારને મંજૂરી આપી હતી.

અસર :

સમજૂતીકરારનો ઉદ્દેશ ભારત અને દક્ષિણ એશિયા દરિયાઈ ક્ષેત્રનાં દેશ એટલે કે બાંગ્લાદેશ, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેનાં વિસ્તારમાં દરિયાઈ પર્યાવરણની સુરક્ષા માટે ગાઢ સાથ-સહકારને પ્રોત્સાહન આપવાનો છે.

અમલીકરણ :

સમજૂતીકરાર અંતર્ગત ભારતીય તટરક્ષક (આઈસીજી) સક્ષમ રાષ્ટ્રીય સત્તામંડળ હશે અને પ્રાદેશિક તેલનાં પ્રસારની કટોકટીની યોજનાને લાગુ કરવા માટે સંચાલનની દ્રષ્ટિ સાથે સંપર્કસૂત્ર હશે. ભારતીય તટરક્ષક ભારત સરકાર તરફથી ઓઇલ અને રસાયણનાં પ્રસારને ઉચિત ઉત્તર આપશે. આઈસીજી દરિયાઈ બચાવ સમન્વય કેન્દ્ર (એમઆરસીસી) દરિયાઈ દુર્ઘટનાઓ માટે રાષ્ટ્રીય કટોકટી સક્રિય કેન્દ્ર રહેશે.

પૃષ્ઠભૂમિ :

દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં પર્યાવરણ સંરક્ષણ, સંચાલન અને પ્રોત્સાહનને સમર્થન આપવા માટે 1982માં શ્રીલંકામાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ, નેપાળ અને શ્રીલંકાની સરકારોએ એસએસીઈપીની સ્થાપના કરી હતી. એસએસીઈપીએ ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (આઈએમઓ)ની સાથે સંયુક્ત સ્વરૂપે પ્રાદેશિક ઓઇલ પ્રસારની કટોકટી યોજના વિકસિત કરી હતી, જેથી બાંગ્લાદેશ, ભારત, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકાનાં દરિયામાં ઓઇલ પ્રદૂષણની મોટી ઘટનાનું સમાધાન કરવા આંતરરાષ્ટ્રીય સહયોગ અને પારસ્પરિક સહાયતાની તૈયારી થઈ શકે.

RP