પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દિવાની અને વાણિજ્યિક બાબતોમાં ભારત અને મોરક્કો વચ્ચે પારસ્પરિક કાયદાકીય સહાયતા પર સમજૂતીને મંજૂરી આપી છે.
વિશેષતાઓ –
1. સમ્મન અને અન્ય ન્યાયિક દસ્તાવેજો કે પ્રક્રિયાઓની સેવા
2. દિવાની બાબતોમાં પુરાવા મેળવવા
3. દસ્તાવેજો, રેકોર્ડિંગની પ્રસ્તુતિ, ઓળખ કે પરીક્ષણ
4. નાગરિક બાબતોમાં પુરાવા મેળવવા માટે વિનંતી પત્રનો અમલ અને
5. લવાદી ચુકાદાઓની સમજણ અને એનો અમલ
લાભ :
આ સમજૂતી બંને દેશોનાં નાગરિકો માટે લાભદાયક સાબિત થશે. આ સમજૂતી પરસ્પર મિત્રતા અને નાગરિક તેમજ વ્યાવસાયિક બાબતોમાં અસરકારક સહયોગ સાથે સંબંધિત બંને દેશોની આકાંક્ષાઓ પૂર્ણ કરશે તેમજ આ જ એ સમજૂતીની ભાવના, મૂળ ભાવના અને ભાષા છે. ભારત અને મોરક્કો વચ્ચે આ સમજૂતી સમ્મન, ન્યાયિક દસ્તાવેજ, વિનંતી પત્ર અને લવાદી ચુકાદાઓનાં અમલીકરણની સેવામાં પારસ્પરિક સહયોગ વધારશે.
પૃષ્ઠભૂમિ :
આઝાદી અગાઉનાં સમયથી ભારત અને આફ્રિકાનાં દેશો વચ્ચે સંબંધ રહ્યાં છે. ભારત અને મોરક્કો વચ્ચે સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યાં છે. સમયની સાથે પારસ્પરિક સંબંધ વધારે મજબૂત થયા છે. બંને દેશ ગુટનિરપેક્ષ આંદોલનનો ભાગ રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે મોરક્કોની આઝાદી અને મોરક્કોનાં સ્વતંત્રતા આંદોલનનું સમર્થન કર્યું હતું. ભારતે 20 જૂન, 1956નાં રોજ મોરક્કોને માન્યતા આપી હતી અને 1957માં સંબંધો સ્થાપિત કર્યા હતાં. મોરક્કોની સાથે પારસ્પરિક સહયોગ વધારવાની જરૂરિયાતમાં ભારતને વિશ્વાસ છે અને સિવિલ તથા વ્યાવસાયિક બાબતોમાં બંને દેશો વચ્ચે પારસ્પરિક સંબંધોનાં વિસ્તાર પર ભાર મૂકે છે.
J.Khunt/RP