પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળને આજે એક સમજૂતી કરારની માહિતી આપવામાં આવી હતી, જે સમજૂતી કરાર પર ભારતની સોલાર એનર્જી કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (એસઈસીઆઈ) ફ્રાંસ રાજ્યની માલિકી ધરાવતી સંશોધન કંપની કમિસરીટ એ એલ એનર્જીએટોમિક એટ ઑક્સ એનર્જીઝ ઓલ્ટરનેટીવ્ઝ (સીઈએ) તથા ફ્રાંસની બ્લુસ્ટોરેજ એસએએસ કંપની વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરાર પર ૩ ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હી ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયુની ત્રણ મૂળ કોપી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે ત્રણેય કોપી હિન્દી, અંગ્રેજી અને ફ્રેંચ ભાષામાં હતી.
આ સમજૂતી કરારનો ઉદ્દેશ્ય સૌર પેનલો વડે ચાર્જ થનારી બેટરીઓથી યુક્ત ઈ-વાહનોના ચાર્જીંગ સ્ટેશન (એસઈસીઆઈ) ઉપલબ્ધ કરાવવા માટેની પાયલોટ પરિયોજનાના વિષયમાં ભવિષ્યમાં થનારા સહયોગના સંબંધમાં ચર્ચા વિચારણાની રીતભાતોને વ્યાખ્યાયિત કરવાનો છે. તે સિવાય સૌર ગતિશીલતાનો વધુમાં વધુ ઉપયોગ અને ગ્રીડના પ્રભાવને લઘુત્તમ કરીને વિદ્યુત વાહનોને ગોઠવવા માટે ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજનામાં મદદ કરવા માટે ગ્રીડ સાથે વધુમાં વધુ જોડાણોને જોડવાનો છે.
આ સમજૂતી કરાર ભારત અને ફ્રાંસ વચ્ચે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબુત કરવામાં પણ સહાયક સાબિત થશે.
RP