Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે નવી દિલ્હીનાં નજફગઢ઼માં 100 પથારીવાળી જનરલ હોસ્પિટલના નિર્માણ અને સંચાલનને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નવી દિલ્હીનાં નજફગઢ઼માં ગ્રામીણ સ્વાસ્થ્ય તાલીમ કેન્દ્ર (આરએચટીસી)માં લગભગ 95 કરોડના ખર્ચે 100 પથારીવાળી જનરલ હોસ્પિટલના નિર્માણ અને સંચાલન માટે મંજૂરી આપી દીધી છે.

આ પરિયોજનાની પરિકલ્પના બે વર્ષમાં નજફગઢ઼ની આસપાસના 73 ગામડાંની 13.65 લાખની સ્થાનિક વસતિની સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે 100 પથારીવાળી હોસ્પિટલ સ્થાપના કરવાની છે.

આ હોસ્પિટલમાં બ્લડ બેંક, નિદાન સેવાઓ તેમજ અલગથી બાહ્ય રોગી વિભાગ (ઓપીડી) સહિત દવા, ઓબ્સટેટ્રિક્સ એન્ડ ગાયનોકોલોજી, પેડિયાટ્રિક્સ તેમજ સર્જરીમાં ચાર મુખ્ય ક્લીનિકલ સેવાઓ ઉપલબ્ધ રહેશે. અહિં જનરલ મેડિસીન, સર્જરી, ડેન્ટલ, ઈએનટી, ઓપ્થેલમોલોજી, ઑડિયોમેટ્રી તેમજ પેડિયાટ્રિક કેર ઓપીડીના સંચાલન માટે 30 ડૉક્ટર, 40 નર્સ તેમજ 50થી વધુ સહાયક સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓ હશે.

આ હોસ્પિટલ દ્વારા સ્થાનિક વસતિ ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે સ્વાસ્થ્ય સુવિધાઓ સુધી પહોંચવું સરળ થશે. આ ક્ષેત્રમાં લોકોને બાળ તેમજ માતૃત્વ સંભાળ સેવા, ટ્રોમા કેન્દ્રની સેવા તેમજ પ્રાથમિક સારવાર, ચિકિત્સા સંબંધી, નિવારણાત્મક તેમજ ઉપચારાત્મક સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આ હોસ્પિટલ દરેક વિભોગોમાં માનવ સંસાધનો સાથે મે 2020 સુધીમાં સંપૂર્ણપણે ચાલુ કરી દેવાનું અનુમાન છે.

NP/J.Khunt/GP/RP