Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યુનલમાં ત્રણ ન્યાયિક સભ્યો અને ત્રણ ટેકનિકલ સભ્યોનાં વધારાનાં પદોનું સર્જન કરવાની મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)માં ત્રણ ન્યાયિક સભ્યો અને ત્રણ ટેકનિકલ સભ્યોનાં વધારાનાં પદોનું સર્જન કરવાની મંજૂરી આપી છે.

આ પદોની રચના જે સ્વીકાર્ય છે એ મુજબ લેવલ 17 (રૂ. 2,25,000/- ફિક્સ) વત્તા ભથ્થા સાથે કરવામાં આવશે. તેની કુલ નાણાકીય અસર વર્ષે રૂ. 2,27,92,096 (રૂપિયા બે કરોડ સત્યાવીસ લાખ બ્યાસી હજાર છન્નું પૂરા) થશે.

તેનાથી ફાઇનાન્સ એક્ટ, 2017, કંપની એક્ટ, આઇબીસી, 2016 દ્વારા એનસીએલએટી દ્વારા પ્રદાન કરવામાં આવેલા આદેશો પૂર્ણ કરવાની તેમજ આપેલ સમયમર્યાદામાં કેસોનાં નિકાલ માટેની સુનિશ્ચિતતા થશે.

J.Khunt/RP