Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે નેશનલ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટ, આંધ્રપ્રદેશની સ્થાપનાને પાછલી અસરથી મંજુરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજરોજ એન.આઈ.ટી., આંધ્રપ્રદેશ, કે જે આંધ્રપ્રદેશ સોસાયટી રજીસ્ટ્રેશન અધિનિયમ-2001 હેઠળ એક સોસાયટી તરીકે 20 ઓગસ્ટ 2015થી નોંધાયેલ છે, તેની સ્થાપનાને પાછલી અસરથી મંજુરી પ્રદાન કરી છે.

કેબિનેટે નેશનલ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટ, વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન (સુધારા) બિલ,2016 નામે એક બિલના પ્રસ્તુતિકરણને પણ એનઆઈટી આંધ્રપ્રદેશની પ્રથમ અનુસૂચિમાં સામેલ કરવાની પોતાની ભલામણ પ્રદાન કરી છે.

મંત્રીમંડળ દ્વારા એન.આઈ.ટી., આંધ્રપ્રદેશને સોસાયટી રજીસ્ટ્રેશન અધિનિયમ-2001 હેઠળ પાછલી અસરથી મંજુરી મળવાથી એન.આઈ.ટી., આંધ્રપ્રદેશને કાયદેસરનો દરજ્જો પ્રાપ્ત થઈ શકશે. એનઆઈટીએસઈઆર કાયદો,2007માં પ્રસ્તાવિત સુધારાથી ઇન્સ્ટિટ્યુટની વહીવટી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં લોકો માટે ઉચ્ચસ્તરીય જવાબદારી અને સમસ્ત ભાગીદારોની સહભાગિતાની ખાતરી થશે.

આ ઈન્સ્ટિટ્યુટને ભારત સરકાર દ્વારા ભંડોળ પુરું પાડવામાં આવશે. તેનું પ્રબંધન અને સંચાલન આંધ્રપ્રદેશ સોસાયટી રજીસ્ટ્રેશન કાયદો,2001 હેઠળ નોંધાયેલ સંબંધિત સોસાયટી દ્વારા કરાશે, જ્યાં સુધી આ એનઆઈટીએસઈઆર કાયદો,2007 હેઠળ આવી ના જાય. આના ખાતાઓનું ઓડિટ ભારતનાં નિયંત્રક અને ઓડિટર જનરલ દ્વારા કરાશે અને તેનો રિપોર્ટ સંસદના બંને ગૃહોમાં રજુ કરાશે.

પૃષ્ઠભૂમિ

એન.આઈ.ટી.,આંધ્રપ્રદેશને રાજ્યની જરૂરિયાતો પુરી કરવા માટે સ્થાપિત કરવામાં આવી રહેલ છે. આ રાજ્યોમાં હજુ સુધી એનઆઈટી ન હતી. એન.આઈ.ટી., આંધ્રપ્રદેશ ખાસ કરીને આંધ્રપ્રદેશ રાજ્ય તથા સંપૂર્ણતામાં દેશભર માટે લાભદાયક થશે. એન.આઈ.ટી.,આંધ્રપ્રદેશને નેશનલ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટ, વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન અધિનિયમ,2007 હેઠળ સંરક્ષણ પ્રાપ્ત થશે. અને આને રાષ્ટ્રીય મહત્વની ઇન્સ્ટિટ્યુટ જાહેર કરાશે જે ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કરવા ઈચ્છુક લોકોની અપેક્ષા પુરી કરશે.

એન.આઈ.ટી., આંધ્રપ્રદેશનું કામચલાઉ પરિસર પ્રદેશના પશ્ચિમિ ગોદાવરી જીલ્લામાં સ્થાપિત કરાયેલ હતું. આંધ્રપ્રદેશ રાજ્ય સરકારે એન.આઈ.ટી., આંધ્રપ્રદેશ માટે પશ્ચિમિ ગોદાવરી જીલ્લામાં જમીન પણ આપી દીધી છે. સરકારની નીતિને અનુરૂપ એનઆઈટીમાં 50 ટકા સીટો સંબંધિત પ્રદેશના રહેવાસી યોગ્ય ઉમેદવારો માટે હોય છે. એન.આઈ.ટી., આંધ્રપ્રદેશ એ ખાતરી કરશે કે આંધ્રપ્રદેશ રાજ્યને આંતર વિષય, જ્ઞાન ક્ષેત્ર અને શોધ વાતાવરણમાં સ્નાતક સ્નાતકોત્તર અને ડૉક્ટરેટના સ્તરે શોધ માટે યોગ્ય તકો મળી રહે.

આંધ્રપ્રદેશ માન્યતા અધિનિયમ,2014 ના અનુચ્છેદ 13 (શિક્ષણ) અનુસાર ભારત સરકાર 12મી અને 13મીં યોજના કાર્યકાળમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં ‘રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન’ની સ્થાપના કરી શકે છે. જેમ કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય, આંધ્રપ્રદેશ સોસાયટી રજીસ્ટ્ર્શન કાયદો,2001 હેઠળ કામચલાઉ પરિસરમાં રાષ્ટ્રીય પ્રાદ્યોગિકી સંસ્થાન, આંધ્રપ્રદેશની સ્થાપના થઈ ચુકી છે, તેને ધ્યાનમાં રાખતાં એન.આઈ.ટી., આંધ્રપ્રદેશને હાલના અધિનિયમમાં એક સુધારા દ્વારા નેશનલ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટ, વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન અધિનિયમ,2007 હેઠળ લવાશે પ્રારંભના 2-3 વર્ષો અથવા જ્યાં સુધી એન.આઈ.ટી., આંધ્રપ્રદેશનું પોતાનું કાયમી પરિસર સ્થાપિત થઈ ના જાય ત્યાં સુધી માટે એનઆઈટી,વારંગલ આનું સંરક્ષક સંસ્થાન બનશે. એન.આઈ.ટી., આંધ્રપ્રદેશના કાયમી પરિસર માટે સ્થાનની પસંદગી પહેલાં પશ્ચિમી ગોદાવરી જીલ્લાના તાડેપલ્લીગુંડમ મંડળના હવાઈ ક્ષેત્રમાં થઈ ચુકેલ છે.

J.Khunt/GP