Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે પાયાના સ્તરે નવીનતામાં સહકાર સ્થાપિત કરવા દક્ષિણ આફ્રિકા સાથે એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળને મૂળભૂત સ્તરે નવીનતામાં સહકાર સ્થાપિત કરવા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી. આ એમઓયુ પર 07 જુલાઈ, 2016ના રોજ પ્રિટોરિયામાં હસ્તાક્ષર થયા હતા, જેનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહકાર સ્થાપિત કરવા આંતર-સરકારી સમજૂતીનું અનુસરણ કરવાનો છે.

આ એમઓયુ અંતર્ગત બંને દેશો નવીનતા સાથે સંબંધિત ફોરમ, સેમિનાર, કાર્યશાળા અને તાલીમ જેવા વિવિધ કાર્યક્રમોનું સંયુક્તપણે આયોજન કરશે તથા એકબીજા સાથે ઓપન સોર્સ ટેકનોલોજી વહેંચશે અને ઇન્નોવેટર્સને તેમના વિચારોને વ્યાવસાયિક રીતે વ્યવહારિક બનાવવા મદદ કરવા સંયુક્તપણે પ્રોજેક્ટ વિકસાવશે (જેમાં સંબંધિત દેશોમાં પ્રસ્તુત ઉદ્યોગો સાથે ભાગીદારી સામેલ છે), જેનો ઉદ્દેશ સામાજિક લાભ માટે સંયુક્તપણે ટેકનોલોજી વિકસાવવાનો અને ટેકનોલોજી હસ્તાંતરિત કરવાનો છે.

આ એમઓયુ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે વ્યવસ્થા પ્રદાન કરશે અને મદદ કરશે, જે સ્વદેશી નોલેજ સિસ્ટમ અને કૃષિ બાયોટેકનોલોજી પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે બંને દેશોમાં મૂળભૂત સ્તરે સર્વસમાવેશક નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપશે.

TR