Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં ભારત અને જીનિવા વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલ સમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં ભારત અને જીનિવા વચ્ચેના સમજૂતી કરારોને મંજૂરી આપી હતી.

ઉદ્દેશ્ય:

આ સમજૂતી કરારના ઉદ્દેશ્યો નીચે મુજબ છે:

• સહયોગાત્મક સંસ્થાગત સંબંધ માટેનો પાયો સ્થાપિત કરવો.

• બંને પક્ષો વચ્ચે પારસ્પરિક ફાયદા, સમાનતા અને આદાન-પ્રદાનના આધાર પર પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં દ્વિપક્ષીય ટેકનીકલ સહયોગને પ્રોત્સાહન આપવું અને તેને આગળ વધારવું.

• સહયોગના ક્ષેત્રમાં સૌર ઊર્જા, પવન ઊર્જા, જૈવ ઊર્જા અને વેસ્ટ ટુ એનર્જી, સ્મોલ હાયડ્રો સ્ટોરેજ તથા ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે.

આ સમજૂતી કરાર બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવામાં પણ મદદરૂપ થશે.

DS/RP