Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે પોસ્ટલ ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવા માટે ભારત અને જાપાન વચ્ચે થયેલી સહયોગની સમજૂતીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પોસ્ટલ ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને જાપાન વચ્ચે થયેલી સહયોગ સમજૂતીને મંજૂરી આપી દીધી છે. આ સહયોગ સમજૂતી અંતર્ગત બંને દેશો વચ્ચે પોસ્ટલ સેવાઓમાં સુધારો થશે અને પોસ્ટલ ક્ષેત્રમાં સહયોગ વધશે.

લાભ:

આ સહયોગ સમજૂતીત અંતર્ગત ભારત અને જાપાન વચ્ચે પોસ્ટલ સેવાઓમાં સુધારો થશે અને પોસ્ટલ ક્ષેત્રમાં સહયોગ વધશે :

• પોસ્ટલ નીતિનાં સંબંધમાં બંને પક્ષ પોતાનાં અનુભવોને આધારે માહિતીઓ વહેંચશે અને દ્રષ્ટિકોણોનું આદાનપ્રદાન કરશે.

• સહયોગી સંબંધ વધારવા માટે ચર્ચાને પ્રોત્સાહન આપશે.

• બંને પક્ષો દ્વારા પારસ્પરિક રીતે નક્કી થયેલા વિશેષ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે પોસ્ટલ સેવા સંવાદની સ્થાપના કરશે.

આ સમજૂતીથી ભારત અને જાપાન વચ્ચે સહયોગ વધશે અને આ રીતે બંને દેશો વચ્ચે પોસ્ટલ કામગીરીઓને ફાયદો થશે.

RP