પીએમઇન્ડિયા
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં પોસ્ટ્સ અને ટેલીગ્રાફ બિલ્ડિંગ વર્ક્સ સર્વિસ, ગ્રૂપ ‘એ’નાં કેડરની સમીક્ષા કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
ડ્યુટી પોસ્ટની સંખ્યા 105 નક્કી કરવામાં આવી હતી. આ મંજૂરીને પરિણામે કામગીરીની જરૂરિયાતને આધારે હેડક્વાર્ટર્સ, ટેલીકોમ અને પોસ્ટ વિભાગનાં ફિલ્ડ એકમો એમ બંને સ્તરે કેડરનું માળખું મજબૂત થશે. એનાથી પીએન્ડટી બીડબલ્યુએસ અધિકારીઓની હાલની નિષ્ક્રિયતામાં ઘટાડો થશે. બેઠકમાં એવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે, કેડરમાં કોઈ નવી ભરતી નહીં કરવામાં આવે અને કેડરને એવી રીતે તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે, જેથી ફરજ બજાવનાર કર્મચારી પર કોઈ નકારાત્મક અસર ન થાય.
પૃષ્ઠભૂમિ:
પોસ્ટ એન્ડ ટેલીગ્રાફ્સ બિલ્ડિંગ વર્ક્સ સર્વિસ (પીએન્ડટી બીડબલ્યુએસ), ગ્રૂપ એ ની રચના સંગઠિત ગ્રૂપ એ સર્વિસ તરીકે વર્ષ 1990માં થઈ હતી. આ સેવામાં ત્રણ પાંખો સામેલ છે – સિવિલ, ઇલેક્ટ્રિકલ અને આર્કિટેક્ચર – તથા ટેલીકોમ વિભાગ (ડીઓટી) અને પોસ્ટ વિભાગ (ડીઓપી)ને સેવા આપે છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા હાથ ધરવામાં આવતી કમ્બાઇન્ડ એન્જિનીયરિંગ સર્વિસીસ પરીક્ષા દ્વારા પસંદ થયેલા પી એન્ડટી બી ડબલ્યુ એસનાં અધિકારીઓ ટેલીકોમ વિભાગ (ડીઓટી), પોસ્ટ વિભાગ (ડીઓપી), ટેલીકોમ વિભાગનાં જાહેર સેવાનાં એકમોમાં વ્યવસ્થાપન અને વહીવટી હોદ્દા પર કામ કરે છે તેમજ અન્ય કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો/સ્વાયત્ત સંસ્થાઓ અને રાજ્ય સરકારોમાં સેવા આપે છે. વર્ષ 1990માં આ સેવાની શરૂઆત થયા પછી અત્યાર સુધી સર્વિસનાં કેડરની સમીક્ષા થઈ નથી અને લાંબા સમયથી બાકી છે.
બી.એસ.એન.એલ.ની રચનાથી બી.એસ.એન.એલમાં વિવિધ હોદ્દા પર અધિકારીઓને સામેલ કરવાની સાથે આ સેવામાં કેડરની સંખ્યા તેમજ એમની કામગીરીને અસર થઈ હતી. ટેલીકોમ વિભાગની ટેલીકોમ કામગીરીઓ, સેવાઓ અને વિવિધ કાર્યો બીએસએનએલને હસ્તાંતરિત થયા પછી પીએન્ડટી બીડબલ્યુએસ પાસે ટેલીકોમ વિભાગ અને પોસ્ટ વિભાગની સંપત્તિઓની જાળવણી માટેની, નવા પ્રોજેક્ટ્સનું સંચાલન કરવાની, કેન્દ્રીય વીજ સત્તામંડળ નિયમનો, 2019 મુજબ ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટોલેશનની ચકાસણી, માર્ગદર્શિકાની રચના, ટેલીકોમ ઇન્સ્ટોલેશન્સ માટે ધારાધોરણો અને ખાસિયતો, ગ્રીન ઇનિશિયેટિવ્સનાં અમલીકરણને સુનિશ્ચિત કરવાની, સરકારી અને ખાનગી એમ બંને ટેલીકોમ ક્ષેત્ર માટે ઇએમએફ રેડિયેશન્સ પર નજર રાખવાની વગેરે જેવી કામગીરી રહી છે તથા દૂરસંચાર વિભાગ અને પોસ્ટ વિભાગની માળખાગત જરૂરિયાતો પૂર્ણ કરવાની જવાબદારી છે.
આ હકીકતોની સાથે વિવિધ ગ્રેડમાં નિષ્ક્રિયતા દૂર કરવા પીએન્ડટી બીડબલ્યુએસનાં માળખાની સમીક્ષા જરૂરી બની ગઈ છે. એ મુજબ, પીએન્ડટી બીડબલ્યુએસ અધિકારીઓનાં કેડરનાં માળખાને મંજૂરી આપવામાં આવી હતી, જે દૂરસંચાર વિભાગ અને પોસ્ટ વિભાગની કામગીરીઓ અને જવાબદારીઓનું વહન કરવા માટે આવશ્યક ગણાય છે.
કેડરની ક્ષમતા કેડરની હાલની સંખ્યાને કારણે નિયંત્રિત થઈ ગઈ હતી તથા કેડરની સમીક્ષામાં સરકાર માટે કોઈ નાણાકીય કટિબદ્ધતા સામેલ નહીં હોય.