પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ફંડ ઓફ ફંડ ફોર સ્ટાર્ટ-અપ્સ (એફએફએસ)ના સંબંધ સાથે નીચેની દરખાસ્તોને મંજૂરી આપી છે, જેની સ્થાપના ગયા વર્ષે રૂ. 10000 કરોડના ભંડોળ સાથે થઈ હતી.
1. તારીખ 17/02/2016ના ગેઝેટ નોટિફિકેશન જી.એસ.આર 180 (ઇ) મુજબ એફએફએસ દ્વારા સમર્થિત અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (એઆઇએફ) સ્ટાર્ટ-અપ્સ માટે લાયકાત ધરાવતા એફએફએસ પાસેથી પ્રાપ્ત પ્રદાન કરતા ઓછામાં ઓછું બે ગણું રોકાણ કરશે. ઉપરાંત, જો સ્ટાર્ટ-અપ માટે પ્રતિબદ્ધ રકમ સ્ટાર્ટ-અપ બંધ થાય એ અગાઉ ફાળવવામાં નહીં આવે, તો પછી બાકીનું ભંડોળ જાળવી શકશે.
2. એવો નિર્ણય લેવાયો હતો કે ખંતપૂર્વકની કામગીરી હાથ ધરવા, કાયદેસર અને ટેકનિકલ મૂલ્યાંકન કરવા, વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સમિતિની બેઠક યોજવા વગેરે એઆઇએફને કરવામાં આવેલ પ્રતિબદ્ધતાના 0.50 ટકા સુધી અને બાકીની રકમ એફએફએસને પૂર્ણ કરવામાં આવશે. આ રકમ વર્ષના દર અર્ધવાર્ષિક ગાળાની શરૂઆતમાં એટલે કે 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરના રોજ કપાઈ જશે.
પૃષ્ઠભૂમિ
કેન્દ્રીય મંત્રીમંડળે 22/06/2016ના રોજ બેઠકમાં ફંડ ઓફ ફંડ ફોર સ્ટાર્ટ-અપ્સ (એફએફએસ)ની સ્થાપના રૂ. 10000 કરોડના ભંડોળ સાથે કરવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી, જેમાં પ્રદાન ફંડ્સના અમલીકરણ અને ઉપલબ્ધતાની પ્રગતિને આધારે 14મા અને 15મા નાણાં પંચના સમયગાળામાં તબક્કાવાર રીતે કરવામાં આવે છે. એફએફએસ વિવિધ સ્ટાર્ટ-અપ્સના પ્રાથમિક તબક્કામાં, વિકાસના તબક્કામાં અને વૃદ્ધિના તબક્કામાં ઇક્વિટી અને ઇક્વિટી અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (એઆઇએફ)ના ભંડોળમાં પ્રદાન કરશે એવો નિર્ણય લેવાયો હતો.
એફએફએસનું વ્યવસ્થાપન અને સંચાલન સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (સિડબી) દ્વારા થઈ રહ્યું છે. એફએફએસ સેબી રજિસ્ટર્ડ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (એઆઇએફ)માં પ્રદાન કરે છે, જે એઆઇએફના ભંડોળનો મહત્તમ 35 ટકા સુધી હોઈ શકે છે.
મંત્રીમંડળે 22.06.2016ના રોજ નિર્ણય લીધો હતો કે એફએફએસ ઇક્વિટી લે છે એ એઆઇએફ દ્વારા ઊભા કરવામાં આવેલા કાઉન્ટરપાર્ટ ફંડ્સ સાથે ફંડ ઓફ ફંડનું ભંડોળ સંપૂર્ણપણે સ્ટાર્ટ-અપ્સમાં રોકવામાં આવશે. દ્વારાવિવિધ હિતધારકો સાથે તેના આદાનપ્રદાન દરમિયાન તે અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે કે એઆઇએફમાં રોકાણકારો પસંદ કરશે કે એઆઇએફનો પોર્ટફોલિયો રોકાણના યોગ્ય જોખમનું વ્યવસ્થાપન કરવા પર્યાપ્ત રીતે ડાઇવર્સિફાઇડ કરવામાં આવ્યો છે અને જો એઆઇએફનું સંપૂર્ણ ફંડ સ્ટાર્ટ-અપ્સમાં રોકવામાં આવશે, તો તે એઆઇએફ જેવા રોકાણકારોને અસ્વીકાર્ય જોખમનો સામનો કરશે.
હિતધારકોએ ઉઠાવેલો અન્ય મુદ્દો એ હતો કે એઆઇએફ દ્વારા સ્ટાર્ટ-અપ્સના ફંડિંગની પ્રક્રિયા લાંબી છે, જે સ્ટાર્ટ-અપ દ્વારા આયોજનથી શરૂ થઈને એઆઇએફની પ્રતિબદ્ધતા અને પછી તબક્કાવાર ભંડોળ પૂરું પાડવા સુધીની છે. એટલે એ શક્ય છે કે સ્ટાર્ટ-અપને અંતિમ હપ્તો મળે એ અગાઉ સ્ટાર્ટ-અપનું ટર્નઓવર રૂ. 25 કરોડથી વધી જશે, પણ તેને વૃદ્ધિ માટે વધારે ભંડોળની જરૂર છે. ઉપરાંત સ્ટાર્ટ-અપ્સને તેમના કામગીરીના તબક્કા એટલે પ્રાથમિક, વિકાસ અને વૃદ્ધિના તબક્કા મારફતે ભંડોળ પ્રાપ્ત કરવાની જરૂર છે.
સિડબીએ વિભાગનું એ મુદ્દે પણ ધ્યાન દોર્યું હતું કે, એઆઇએફને મંજૂર કર્યા પછી પ્રવૃત્તિઓ માટે વળતર મેળવવા સિડબી માટે વર્તમાન જોગવાઈઓ પૂરી પાડવામાં નહીં આવે.
આ નિર્ણયો ઉપરોક્ત બાબતોની પૃષ્ઠભૂમિમાં લેવાયા છે.
TR