Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ફાઇનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ બિલ, 2017ની દરખાસ્તને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ફાઇનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ બિલ, 2017ની દરખાસ્તને મંજૂરી આપી છે. ખરડો બેંકો, વીમા કંપનીઓ અને નાણાકીય ક્ષેત્રની કંપનીઓમાં નાદારીની સ્થિતિનું સમાધાન કરવા ચોક્કસ અને વિસ્તૃત માળખું પ્રદાન કરશે.

જ્યારે ફાઇનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ બિલ, 2017 લાગુ થશે, ત્યારે તે રિઝોલ્યુશન કોર્પોરેશન સ્થાપિત કરવા માટેનો માર્ગ મોકળો કરશે. તે બિલની અનુસૂચિમાં સામેલ ક્ષેત્રીય કાયદાઓમાં સમાધાન-સાથે સંબંધિત જોગવાઈઓને નાબૂદ કરવા કે સુધારવા તરફ દોરી જશે. તે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન કાયદો, 1961ને નાબૂદ કરશે, જેથી ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અધિકારો અને જવાબદારીઓ રિઝોલ્યુશન કોર્પોરેશનને હસ્તાંતરિત થશે.

રિઝોલ્યુશન કોર્પોરેશન નાણાકીય વ્યવસ્થાની સ્થિરતા અને લવચીકતાનું સંરક્ષણ કરશે, ઉપભોક્તાઓનું વાજબી મર્યાદા સુધી આવરી લેવાયેલી જવાબદારીઓમાં સંરક્ષણ કરશે અને શક્ય હદ સુધી સરકારી ફંડનું સંરક્ષણ કરશે.
તાજેતરમાં સરકારે બિન-નાણાકીય કંપનીઓના દેવાળાનું સમાધાન કરવા ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ, 2016 (“કોડ”)નો અમલ કર્યો છે. પ્રસ્તાવિત ખરડો નાણાકીય ક્ષેત્ર માટે રિઝોલ્યુશન માળખું પ્રદાન કરીને આચારસંહિતાનું પાલન કરશે. એક વખત તેનો અમલ થયા પછી આ ખરડો સંયુક્તપણે આચારસંહિતા સાથે અર્થતંત્ર માટે વિસ્તૃત સમાધાન માળખું પ્રદાન કરશે.

ફાઇનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ બિલ, 2017 નાણાકીય ખેંચ અનુભવતા નાણાકીય સર્વિસ પ્રદાતાના ઉપભોક્તાઓને રાહત આપવા ઇચ્છે છે. તેનો ઉદ્દેશ નાણાકીય મુશ્કેલીમાં મૂકાયેલી કંપનીઓને બહાર કાઢવા સરકારી નાણાંનો ઉપયોગ મર્યાદિત કરીને નાણાકીય સેવા પ્રદાતાઓમાં શિસ્ત લાવવાનો છે. તે પર્યાપ્ત નિવારણાત્મક પગલાં સુનિશ્ચિત કરીને અર્થતંત્રમાં નાણાકીય સ્થિરતા જાળવવામાં મદદ કરશે, ત્યારે સાથે સાથે કટોકટીના સંજોગોમાં કામગીરી કરવા જરૂરી માધ્યમો પ્રદાન કરશે. બિલનો ઉદ્દેશ મોટી સંખ્યામાં રિટેલ ડિપોઝિટર્સના લાભ માટે ડિપોઝિટ વીમાનું વર્તમાન માળખું મજબૂત કરવાનો છે. ઉપરાંત આ બિલ નાણાકીય ખેંચમાં મૂકાયેલી નાણાકીય સંસ્થાઓમાં સંકળાયેલા સમય અને ખર્ચમાં ઘટાડો કરવા ઇચ્છે છે.

J.Khunt/Tr