Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગનાં ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે થયેલા સહયોગ કરાર (એમઓસી)ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગનાં ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે થયેલા સહયોગ કરાર (એમઓસી)ને પોતાની મંજૂરી આપી દીધી છે.

લાભઃ

ભારત અને જાપાન વચ્ચે ફૂડ પ્રોસેસિંગનાં ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગથી બંને દેશોનાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને પારસ્પરિક લાભ મળશે. એનાથી બંને દેશોમાં ફૂડ પ્રોસેસિંગમાં શ્રેષ્ઠ વ્યવહારોની સમજદારી વધશે અને ગુણવત્તાની સાથે નવીન ટેકનિક અને પ્રક્રિયાઓ અપનાવીને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર વધારે શ્રેષ્ઠ થશે. એનાથી શ્રેષ્ઠ વ્યવહારો અને શ્રેષ્ઠ બજાર સુધી પહોંચીને દેશમાં ફૂડ પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.

NP/J.Khunt/GP