પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોટા પાયે રિન્યૂએલ એનર્જીના ગ્રિડ ઇન્ટિગ્રેશનના ક્ષેત્રમાં ફોરમ ઓફ રેગ્યુલેટર્સ (એફઓઆર) અને નેશનલ એસોસિએશન ઓફ રેગ્યુલેટરી યુટિલિટી કમિશનર્સ (એનએઆરયુસી) વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી હતી.
આ એમઓયુ મોટા પાયે રિન્યૂએલ એનર્જીના ગ્રિડ ઇન્ટિગ્રેશનના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે નીચેના વિસ્તૃત ક્ષેત્રો પ્રદાન કરે છેઃ
1) અક્ષય ઊર્જાની ખરીદી માટે માળખાગત કાર્યની ડિઝાઇન – આંતરરાષ્ટ્રીય અનુભવ.
2) પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે રિન્યૂએબલ પર્ચેઝ ઓબ્લિગેશન્સ (આરપીઓ), રિન્યૂએબલ એનર્જી સર્ટિફિકેટ (આરઇસી) માળખાગત કાર્ય જેવા રિન્યૂએબલ કામગીરી માટે નિયમનકારી હસ્તક્ષેપો.
3) લોડનો અંદાજ મેળવવા વિવિધ ટેકનિક અને પ્રક્રિયાઓ.
4) કોન્ટ્રાક્ટિંગ/વીજ ખરીદીની સમજૂતીઓ.
5) અક્ષય ઊર્જાનો અંદાજ મેળવવાની પદ્ધતિઓ અને ઓપેરટર્સ દ્વારા કેવી રીતે અક્ષય ઊર્જાનો અંદાજ મેળવવામાં આવે છે.
6) અક્ષય ઊર્જાનું સંકલન – નિયમનો અને ગેસ, સ્ટોરેજ અને માગ-પક્ષના અભિગમો; ઊર્જા અંસુતિલત બજારોનો ઉપયોગ કરીને સંતુલન.
7) શિસ્તના ભંગ બદલ દંડ સ્વરૂપે અવરોધો સહિત જનરેટર્સ દ્વારા ગ્રિડ શિસ્તતા સુનિશ્ચિત કરવા નિયમનકારી માળખું.
8) ભૌતિક વ્યવસ્થા, નિયમનો અને બજારો સહિત આનુષંગિક સેવાઓ.
9) નિયમન સંબંધિત નિર્ણય લેવાની પ્રક્રિયા માટે ડેટાનું વિશ્લેષણ અને ખર્ચના લાભનું અવલોકન.
એમઓયુમાં અક્ષય ઊર્જાના સંકલન નિયમનો તથા ગેસ, સ્ટોરેજ અને માગ-પક્ષના અભિગમો, ઊર્જા અસંતુલિત બજારોનો ઉપયોગ કરીને સંતુલનના ક્ષેત્રોમાં માહિતીના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો વિચાર કરવામાં આવ્યો છે. તે પાવર ગ્રિડમાં અક્ષય ઊર્જાના મોટા પાયે સંકલનના શ્રેષ્ઠ વ્યવસ્થાપન માટે ભારતની વીજ વ્યવસ્થાના પ્રયાસોને વધારશે.
પૃષ્ઠભૂમિ
ફોરમ ઓફ રેગ્યુલેટર્સની રચના 16 ફેબ્રુઆરી, 2015ના રોજ વીજ મંત્રાલયના નોટિફિકેશન દ્વારા ઊર્જા કાયદા, 2003ની કલમ 166(2)ની જોગવાઈઓ હેઠળ થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્રીય વીજ નિયમન પંચ (સીઇઆરસી), રાજ્ય વીજ નિયમન પંચો (એસઇઆરસી) અને સંયુક્ત વીજ નિયમન પંચો (જેઇઆરસી) દ્વારા બનાવેલા વીજ ક્ષેત્ર માટેના નિયમો વચ્ચે સંકલન સ્થાપિત કરવાનો છે.
અગાઉ માગ પક્ષના વ્યવસ્થાપન અને ઊર્જા કાર્યદક્ષતા જેવા ક્ષેત્રો પર કામ કરવા ફોરમ ઓફ રેગ્યુલેટર્સે ઊર્જા ક્ષેત્રના આયોજનમાં ભવિષ્યના જોડાણની સંભવિતતા ચકાસવા વીજળીની માગ અને પુરવઠાની કાર્યદક્ષતા વધારવા પર કેલિફોર્નિયા એનર્જી કમિશન, ધ કેલિફોર્નિયા પબ્લિક યુટિલિટીઝ કમિશન અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (લોરેન્સ બર્કલી નેશનલ લેબોરેટરી માટે મેનેજમેન્ટ અને ઓપેરટિંગ કોન્ટ્રાક્ટર તરીકે) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
એનએઆરયુસી એટલે નેશનલ એસોસિએશન ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, જે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનર્સનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ આવશ્યક યુટિલિટીનું નિયમન કરે છે. પ્રસ્તાવિત એમઓયુ અમેરિકા અને ભારત વચ્ચે ઊર્જા કાર્યદક્ષતાના વાણિજ્યિકરણ અને નવીનતાની સમજૂતી પર વિસ્તૃત દ્વિપક્ષીય જોડાણ છે. તેને અમેરિકા-ભારત ‘પાર્ટનરશિપ ટૂ એડવાન્સ ક્લીન એનર્જી ડિપ્લોયમેન્ટ’ (પેસ-ડી) હેઠળ લોન્ચ થયેલા ‘ગ્રીનિંગ ધ ગ્રિડ’ પ્રોજેક્ટના ઘટક તરીકે લેવામાં આવે છે.
TR