પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકે ભારત અને મ્યાનમાર વચ્ચે મ્યાનમારનાં બાગાનમાં ધરતીકંપને કારણે નુકસાન પામેલા પેગોડાઓનાં સંરક્ષણ માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની 6 થી 7 સપ્ટેમ્બર,2017 દરમિયાન મ્યાનમારની મુલાકાત દરમિયાન આ એમઓયુ પર હસ્તાક્ષર થશે.
પ્રોજેક્ટનો અમલ ભારતના મ્યાનમાર સાથેનાં સાંસ્કૃતિક અને પ્રાદેશિક સંબંધોને વધારે મજબૂત કરશે. તેનાથી પ્રોજેકટનાં ધાર્મિક મહત્વ અને પ્રવાસન સાથે સંબંધિત મહત્વને કારણે મ્યાનમારનાં લોકો વચ્ચે ભારત માટે સદભાવ પણ વધશે. વળી તે મ્યાનમાર સાથે ભારતની વિકાસલક્ષી ભાગીદારીમાં પણ પ્રદાન કરશે. બાગાન મ્યાનમારનું અતિ આકર્ષક પ્રવાસન સ્થળોમાંનું એક છે. તે મ્યાનમારનાં લોકોની સામે જ નહીં, પણ અન્ય દેશોનાં પ્રવાસીઓ સામે પણ સ્મારકોની પુનઃસ્થાપના અને તેનાં સંરક્ષણમાં ભારતની કુશળતા પ્રદર્શિત કરવાની તક આપશે.
AP/J.Khunt/GP