પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને બાહ્ય અંતરિક્ષની શોધ અને શાંતિપૂર્ણ ઉદ્દેશ માટે બાહ્ય અંતરિક્ષનાં ઉપયોગમાં સહયોગ પર ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે થયેલી સમજૂતી વિશે જાણકારી આપી હતી. આ સમજૂતી પર 1 ઓક્ટોબર, 2018નાં રોજ નવી દિલ્હીમાં ઉજબેકિસ્તાનાં રાષ્ટ્રપતિની ભારતની યાત્રા દરમિયાન હસ્તાક્ષર થયા હતાં.
મુખ્ય અસર:
આ સમજૂતી ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સહયોગને વધારે ગાઢ બનાવશે અને દૂર સંવેદનશીલ, સેટેલાઇટ સંચાર, સેટેલાઇટ નેવિગેશન, અંતરિક્ષ વિજ્ઞાન તથા બાહ્ય અંતરિક્ષની શોધનાં ક્ષેત્રમાં નવી શોધ કામગીરીઓ અને ઉપયોગિતાની સંભાવનાઓમાં ઝડપ લાવશે.
લાભ:
આ સમજૂતીથી માનવતાનાં લાભ માટે અંતરિક્ષ ટેકનોલોજી ઉપયોગિતાનાં ક્ષેત્રમાં સંયુક્ત કામગીરી વધશે. આ સમજૂતીથી સંયુક્ત કાર્ય સમૂહ બનશે, જે સમજૂતીની જોગવાઈઓને લાગુ કરવાની સમયમર્યાદા અને ઉપાયો સહિત કાર્યયોજના તૈયાર કરશે.
RP