Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે બેલ્જીયમ સાથે બેવડા કરવેરા ટાળવા અને નાણાકીય કરચોરી રોકવા સંબંધિત સમજૂતિમાં સુધારા સંબંધી પ્રોટોકોલને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રી મંડળે આવક પર લાગતા કર સંબંધિત બેવડા કરવેરા ટાળવા અને નાણાકીય કરચોરીને રોકવા માટે ભારત અને બેલ્જીયમ વચ્ચે થયેલ સમજૂતિમાં સંશોધન સંબંધિત પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે.

આ સંશોધનથી બંને દેશો વચ્ચે કર સંબંધિત માહિતીઓના આદાન – પ્રદાનના હાલના પ્રારૂપની સંભવિતતાઓ વ્યાપક થશે, જેનાથી કરચોરી અને કર ટાળવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ કરવામાં મદદ મળશે. આ પ્રોટોકોલથી કરના સંગ્રહમાં પરસ્પર સહાયતાથી સંબંધિત હાલની સંધિની જોગવાઈઓમાં પણ સુધારા કરાશે.

AP/J.Khunt