Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભાગેડુ આર્થિક અપરાધી ખરડા, 2018ને મંજૂરી આપી – ખરડાં અંતર્ગતરૂ. 100 કરોડ અથવા વધારે મૂલ્યનાં ભાગેડુ આર્થિક અપરાધીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભાગેડું આર્થિક અપરાધી ખરડા, 2018ને સંસદમાં રજૂ કરવાની નાણાં મંત્રાલયની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ ખરડાથી ભારતીય અદાલતોનાં કાર્યક્ષેત્રની બહાર રહીને ભારતીય કાયદાકીય પ્રક્રિયામાંથી છટકી ગયેલા આર્થિક અપરાધીઓની પ્રવૃત્તિઓને રોકાવા માટે કડક જોગવાઈ કરવામાં મદદ મળશે.

આ પ્રકારનાં અપરાધોમાં કુલ 100 કરોડ રૂપિયા અથવા વધારે મૂલ્યનાં આ પ્રકારનાં અપરાધ આ ખરડાનાં કાર્યક્ષેત્ર અંતર્ગત આવશે.

અસરઃ

આ ખરડાથી ભાગેડુ આર્થિક અપરાધીઓનાં સંબંધમાં કાયદાનાં શાસનની પુનર્સ્થાપના થવાની સંભાવના છે, કારણ કે તેનાથી તેમને ભારત પરત આવવા માટે બાધ્ય કરવામાં આવશે અને તેમને તેમની સાથેનાં અપરાધોનો કાયદાકીય સામનો કરવાની ફરજ પડશે. તેનાથી આ પ્રકારનાં ભાગેડુ આર્થિક અપરાધીઓ દ્વારા કરવામાં આવેલી નાણાકીય ઉચાપતમાં સામેલ રકમની મહત્તમ વસૂલાત કરવામાં બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની મદદ પણ મળશે તથા આ પ્રકારની સંસ્થાઓની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.

એવી આશા કરવામાં આવે છે કે, ભાગેડુ અપરાધીઓ દ્વારા ભારત અને વિદેશોમાં તેમની સંપત્તિઓને જપ્ત કરવા માટે તેમને ભારત પરત લાવવાનાં અને તેમની સામેનાં અપરાધોનાં સંબંધમાં કાયદાનો સામનો કરવા માટે ભારતીય અદાલતો સમક્ષ પક્ષ રાખવા માટે એક વિશેષ તંત્રનું સર્જન થઈ શકશે.

ખરડાની મુખ્ય ખાસિયતોઃ

  • કોઈ વ્યક્તિ ભાગેડુ આર્થિક અપરાધી જાહેર થતાં વિશેષ અદાલત સમક્ષ અરજી કરવી
  • અપરાધ દ્વારા ભાગેડુ જાહેર થયેલી વ્યક્તિની સંપત્તિની જપ્ત કરવી
  • ભાગેડુ આર્થિક અપરાધી હોવાનો આરોપ ધરાવતી વ્યક્તિને વિશેષ અદાલત દ્વારા નોટિસ પાઠવવી
  • અપરાધનાં ફળસ્વરૂપે જે સંપત્તિનો ગોટાળો થયો હોય એનાં સંબંધમાં ભાગેડુ આર્થિક અપરાધી જાહેર થયેલ વ્યક્તિની સંપત્તિ જપ્ત કરવી
  • આ પ્રકારનાં અપરાધીની બેનામી સંપત્તિ સહિત ભારત અને વિદેશોમાં અન્ય સંપત્તિ જપ્ત કરવી
  • ભાગેડુ આર્થિક અપરાધીને કોઈ સિવિલ કેસમાં બચાવ કરવાને ગેરલાયક ઠરાવવા, અને
  • આ ખરડા અંતર્ગત જપ્ત કરવામાં આવેલી સંપત્તિનું વ્યવસ્થાપન અને પતાવટ કરવા માટે એક વહીવટદારની નિમણૂક કરવી

એટલે આ પ્રકારનાં મામલામાં જો કોઈ વ્યક્તિ ભાગેડુ જાહેર થયા અગાઉ કોઈ પણ સમયે કાર્યવાહીની પ્રક્રિયાને સમાનાંતર ભાગેડુ આર્થિક અપરાધી ભારત પરત આવે અને સક્ષમ અદાલત સમક્ષ રજૂ થાય, તો આ સ્થિતિમાં પ્રસ્તાવિત ધારા અંતર્ગત કાયદાકીય કાર્યવાહી અટકાવવામાં આવશે. તમામ જરૂરી બંધારણીય રક્ષણ ઉપાય, જેમ કે વકીલનાં માધ્યમથી વ્યક્તિને સુનાવણીની તક, જવાબ દાખલ કરવા માટે સમય ફાળવવા, તેને ભારત અથવા વિદેશમાં સમન્સ પાઠવવા તથા ઉચ્ચ અદાલતમાં અપીલ કરવા જેવી જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત કાયદાકીય જોગવાઈનાં પાલનમાં સંપત્તિનાં વ્યવસ્થાપન અને પતાવટ માટે વહીવટદારની નિમણૂક કરવાની પણ જોગવાઈ છે.

નીતિનો અમલ અને લક્ષ્યાંકઃ

આ ખરડો સંસદમાં રજૂ કરવો અને કાયદો બનાવવાનો ઉદ્દેશ વર્તમાન કાયદામાં રહેલી ખામીઓનું નિવારણ કરવાનો અને ભારતીય અદાલતનાં કાર્યક્ષેત્રની બહાર રહીને ભારતીય કાયદાકીય પ્રક્રિયામાંથી છટકીને થતાં આર્થિક અપરાધો અટકાવવા માટે પગલાં લેવાનો છે. આ ખરડામાં વ્યક્તિને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવા અદાલત (મની-લોન્ડરિંગ અટકાવવાનાં કાયદા, 2002 હેઠળ ‘વિશેષ કોર્ટ’) માટેની જોગવાઈ કરવામાં આવી છે. ભાગેડુ આર્થિક અપરાધી એવી વ્યક્તિ છે, જેની સામે કોઈ સૂચીબદ્ધ અપરાધનાં સંબંધમાં ધરપકડનું વોરન્ટ જાહેર થયું છે અને જેણે ગુનાહિત કાર્યવાહીથી બચવા માટે ભારત છોડી દીધું છે અને વિદેશમાં રહે છે તથા અપરાધિક કાર્યવાહીનો સામનો કરવા ભારત પરત આવવાનો ઇનકાર કરે છે. આર્થિક અપરાધોની યાદીમાં આ સૂચિબદ્ધ અપરાધને સામેલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ પ્રકારનાં કેસોથી અદાલતોની કામગીરીનું ભારણ ન પડે એટલે રૂ. 100 કરોડ કે વધારે રકમ ધરાવતાં કેસોને જ આ ખરડાનાં કાર્યક્ષેત્રમાં લાવવામાં આવેલ છે.

પૃષ્ઠભૂમિ:

ભારતમાં આર્થિક અપરાધનાં એવા અનેક કેસ થયાં છે, જેમાં ભારતીય અદાલતોનાં ન્યાય ક્ષેત્રની કાયદાકીય પ્રક્રિયાથી ભાગવા, ગુનાહિત કેસો શરૂ થવાની ધારણાને પગલે અથવા ગુનાહિત કાર્યવાહીને વિલંબમાં મૂકવા દરમિયાન આર્થિક અપરાધી ભાગી ગયા છે. ભારતીય અદાલતોમાં આ પ્રકારનાં અપરાધીઓની અનુપસ્થિતિનાં કારણે અનેક વિષમ પરિસ્થિતિઓ પેદા થઈ છે, જેમાં સૌપ્રથમ આ પ્રકારનાં કેસમાં તપાસ અટકી જાય છે, બીજું, તેનાથી અદાલતોનો કિંમતી સમય વેડફાય છે, અનેત્રીજુ, તેનાથી ભારતમાં કાયદાનું અવમૂલ્યન થાય છે. આ ઉપરાંત આર્થિક અપરાધનાં મોટા ભાગનાં આ પ્રકારનાં કેસમાં બેંક ઋણોની ચુકવણી ન થવાની બાબત સામેલ છે, જેનાથી ભારતનાં બેંકિંગ ક્ષેત્રની નાણાકીય સ્થિતિ કથળે છે. આ સમસ્યાનો ગંભીરતાપૂર્વક સામનો કરવા કાયદાની વર્તમાન નાગરિક અને ગુનાહિત જોગવાઈ સંપૂર્ણપણે પર્યાપ્ત નથી. એટલે આ પ્રકારની કાર્યવાહીઓ અટકાવવા અસરકારક, ઝડપી અને બંધારણીય દ્રષ્ટિએ માન્ય જોગવાઈ કરવી જરૂરી સમજવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચાર સામે સંયુક્ત રાષ્ટ્રનાં સંમેલન (વર્ષ 2011માં ભારતમાંમંજૂર) ભ્રષ્ટાચાર સાથે સંબંધિત કેસો માટે બિન-પ્રતીતિ આધારે સંપત્તિ જપ્ત કરવા સક્ષમ બનાવે છે. ખરડામાં આ સિદ્ધાંતને અંગીકાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત સંદર્ભને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બજેટ 2017-18માં આ જાહેરાત કરવામાં આવી હતી કે, સરકાર કાયદાકીય ફેરફારો લાવવા કે જ્યાં સુધી આ પ્રકારનાં અપરાધી ઉચિત કાયદાકીય મંચ સમક્ષ સમર્પણ કરતાં નથી, ત્યાં સુધી આ પ્રકારનાં અપરાધીઓની સંપત્તિ જપ્ત કરવા માટે નવો કાયદો લાવવામાં આવશે.

 

RP