Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારતનાનિયંત્રક અને મહાલેખા પરીક્ષકનાકાર્યાલયમાં નાયબ નિયંત્રકઅનેમહાલેખા પરીક્ષકના એક પદનું સર્જન કરવા માટે મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતનાનિયંત્રક અને મહાલેખા પરીક્ષકનું એક પદ ઊભું કરવા માટે મંજૂરી આપી છે, જે ભારતનાનિયંત્રક અને મહાલેખા પરીક્ષકનાકાર્યાલયમાં પે લેવલ-17 (એક એસટીએસ સ્તરનું પદ નાબૂદ કરીને)માં રહેશે.

નાયબનિયંત્રક અને મહાલેખા પરીક્ષક રાજ્યોનાં ઓડિટ, ટેલિકોમ્યુનિકેશનનાં ઓડિટ વચ્ચે સંકલન પર નજર રાખશે તથા ઇન્ડિયા ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ (આઇએએન્ડએડી)ની અંદર વિવિધ માહિતી વ્યવસ્થાઓ (આઇએસ)ની પહેલનું સંકલન કરશે.

આ પદ ઊભું કરવાથી લગભગ 21 લાખ રૂપિયાનો ખર્ચ આવશે.

******

NP/J.Khunt/GP/RP