Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારતમાં ઓઇલ પામ એરિયા અને ઉત્પાદનમાં વધારા માટેના પગલાંને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારતમાં ઓઇલ પામ એરિયા અને ઉત્પાદનમાં વધારો કરવા માટેના પગલાંને મંજૂરી આપવામાં આવી છે. તેમાં સામેલ છેઃ

 

  1. એનએમઓઓપી (નેશનલ મિશન ઓન ઓઇલસીડ્સ એન્ડ ઓઇલ પામ) હેઠળ ઓઇલ પામની ખેતી માટે જમીનની ટોચ મર્યાદામાં છૂટછાટ.

 

મંત્રીમંડળે ઓઇલ પામમાં કોર્પોરેટને આકર્ષવા એનએમઓઓપી હેઠળ 25 હેક્ટરથી વધારે એરિયાને સહાય પ્રદાન કરવા નિયંત્રણોમાં અને 100 ટકા એફડીઆઇનો મહત્તમ લાભ મેળવવા માટે વિવિધ છૂટછાટને મંજૂરી આપી હતી.

 

  1. એનએમઓઓપીના મિની મિશન-2 હેઠળ સહાયના નિયમોનું પુનરાવર્તન.  

મંત્રીમંડળે ઓઇલ પામના વાવેતરને આકર્ષક બનાવવા વાવેતર સામગ્રીઓ, રખરખવાના ખર્ચ, આંતર-લણણીનો ખર્ચ અને બોર-વેલ માટે સહાયના નિયમોમાં સુધારાને મંજૂરી આપી હતી.

 

આ પગલાંથી નીચેના પરિણામો મળશેઃ

  

  • કોર્પોરેટ સંસ્થાઓ દ્વારા મોટા પાયે ઓઇલ પામની ખેતીને પ્રોત્સાહન મળશે અને પડતર જમીનનો ઉપયોગ થશે. એનએમઓઓપી હેઠળ નિયમોમાં છૂટછાટ દ્વારા ખાનગી ઉદ્યોગસાહસો/સહકારી સંસ્થાઓ/સંયુક્ત સાહસો ઓઇલ પામની ખેતીમાં રોકાણ કરવામાં અને એનએમઓઓપીને સહકાર આપવા રસ દાખવશે.

 

  • મોટા પાયે ઓઇલ પામની ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહન મળશે. ખર્ચના નિયમોમાં સુધારો ઓઇલ પામની ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન આપશે.

 

રાજ્ય/એજન્સીઓની વાર્ષિક કાર્ય યોજના (એએપી)ને કૃષિ, સહકારી અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખર્ચના સુધારેલા નિયમો પર મંજૂરી આપવામાં આવશે. ખાનગી ઉદ્યોગસાહસો/સહકારી સંસ્થાઓ/સંયુક્ત સાહસોને રાજ્ય સરકારો તેમના રાજ્યોમાં ઓઇલ પામની ખેતી કરવા આમંત્રણ આપશે.

 

અત્યારે આ કાર્યક્રમનો અમલ 12 રાજ્યોમાં થઈ રહ્યો છે, જેમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, મિઝોરમ, ઓડિશા, કેરળ, તેલંગાણા, છત્તિસગઢ, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને આસામ સામેલ છે. આ 12 રાજ્યોમાં ઓઇલ પામની ખેતી આશરે 133 જિલ્લાઓમાં થઈ રહી છે. જોકે ઓઇલ પામ માટે તમામ સંભવિત રાજ્યોને એનએમઓઓપી હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

 

એરિયાના નિયંત્રણોમાં છૂટછાટ અને સબસિડીના નિયમોમાં વધારો કરવાથી કેટલીક નાણાકીય અસરો થશે, પણ તેને એનએમઓઓપી ફંડમાં સમાવી લેવામાં આવશે. એટલે કોઈ વધારાના ભંડોળની જરૂર નહીં પડે.

 

12મી પંચવર્ષીય યોજનામાં વર્ષ મુજબ ફિઝિકલ અને નાણાકીય પ્રગતિ નીચે મુજબ છેઃ

 

 

 

લક્ષ્યાંક

 

સિદ્ધિ

 

_ફાળવણી

 

2012-13

 

આઇએસઓપીઓએમ અને ઓપીએઇ

 

49932

 

26300

 

22705.74

 

6412.62

 

2013-14

 

આઇએસઓપીઓએમ અને ઓપીએઇ

 

41347

23183

 

19776.19

 

11849.09

 

2014-15

 

એનએમઓઓપી

 

28146

 

17143

 

7290.58

 

4112.47

 

2015-16

 

એનએમઓઓપી

 

27337

 

14425

 

6683.80

 

3823.49

 

2016-17*

 

એનએમઓઓપી

 

30061

 

9968

 

8038.68

 

4241.57

 

વર્ષ
 
યોજનાનું નામ
 
ઓઇલ પામ એરિયાનું વિસ્તરણ (હેક્ટરમાં)
 
રકમ (રૂ. લાખમાં)
 

 

*ડિસેમ્બર, 2016 સુધી

 

અત્યારે ઓઇલ પામ વિકાસ કાર્યક્રમને વ્યક્તિગત ખેડૂતોના ખેતરોમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. ખાનગી ઉદ્યોગસાહસો/સહકારી સંસ્થાઓ/સંયુક્ત સાહસોને મોટા પાયે વાવેતર કરવા સીધી સહાય પ્રદાન કરવાની કોઈ તક નથી. ઓઇલ પામની ખેતી કરતા રાજ્યો પડતર જમીન/નકામી જમીન/વાવેતરને લાયક જમીન ખાનગી ઉદ્યોગસાહસો/સહકારી સંસ્થાઓ/સંયુક્ત સાહસોને ઓઇલ પામના વાવેતર માટે ભાડાપટ્ટે/ભાડે કે વેચાણ પર આપી શકે છે. જોકે એનએમઓઓપી હેઠળ નાણાકીય સહાય 25 હેક્ટર માટે ઉપલબ્ધ છે. એટલે એનએમઓઓપી હેઠળ કોર્પોરેટ સંસ્થાઓને ઓઇલ પામની ખેતીમાં આકર્ષવા અને 100 ટકા એફડીઆઇનો મહત્તમ લાભ મેળવવા નિયંત્રણોમાં છૂટછાટની જરૂર છે. વ્યક્તિગત ખેતી, કોન્ટ્રાક્ટ ખેતી અને અંગત માલિકીની ખેતીનો સમન્વય (જમીનની ટોચ મર્યાદાનાં નિયમો હળવા કરીને) દેશમાં ઓઇલ પામની ખેતીને પ્રોત્સાહન આપી શકે છે.

વિવિધ હસ્તક્ષેપો માટે સહાયના નિયમોનો નિર્ણય એનએમઓઓપી કાર્યક્રમ ઘડવાના સમયે પ્રવર્તમાન કિંમતને આધારે લેવાયો હતો. ચાર વર્ષ માટે વાવેતરની સામગ્રી, ખાડા ખોદવા, વાવેતર, ખાતર, સિંચાઈ અને પાકની જાળવણી માટે કોઈ પણ આવક વિના મોટા રોકાણને ધ્યાનમાં રાખીને નાના અને ગરીબ ખેડૂતો ઓઇલ પામની ખેતી કરવામાં બહુ રસ દાખવતા નથી. ઉપરોકત ઉત્તર પૂર્વના રાજ્યો ઓઇલ પામની સારી સંભવિતતા ધરાવે છે, પણ આ માટે પર્વતીય વિસ્તારમાં જમીનને તૈયાર કરવામાં વધારાના રોકાણની જરૂર છે.

 

પૃષ્ઠભૂમિ:

 

ખાદ્ય તેલ ઘરગથ્થું ભોજન સામગ્રીનો મહત્વપૂર્ણ ભાગ છે. દેશમાં ખાદ્ય તેલનું કુલ ઉત્પાદન આશરે 9 મિલિયન એમટી છે, ત્યારે સ્થાનિક જરૂરિયાત આશરે 25 મિલિયન એમટી છે. પુરવઠા અને માગ વચ્ચેનો ફરક આયાત મારફતે પૂર્ણ કરવામાં આવે છે, જે માટે 2015-16માં રૂ. 68,000 કરોડનો ખર્ચ થયો હતો. પામ ઓઇલ વેજીટેબલ ઓઇલની આયાતમાં 70 ટકા હિસ્સો ધરાવે છે અને હેક્ટર દીઠ ઊંચી ઉત્પાદકતાને કારણે અતિ સસ્તું ઓઇલ છે.

 

ઓઇલ પામ હેક્ટર દીઠ વેજીટેબલ ઓઇલની ઉત્પાદકતાની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી અસરકારક પાક છે અને અત્યારે દુનિયામાં વેજીટેબલ ઓઇલનો સૌથી મોટો સ્ત્રોત છે. મલેશિયા, ઇન્ડોનેશિયા, નાઇજીરિયા, થાઇલેન્ડ અને કોલંબિયા ઓઇલ પામનું ઉત્પાદન કરતા મુખ્ય દેશો છે. ઓઇલ પામની ખેતીમાં હેક્ટર દીઠ સરેરાશ 4થી 5 ટન ઓઇલ મળે છે, જેની સામે સરસવમાંથી હેક્ટર દીઠ 1.3 ટન મહત્તમ ઓઇલ મળે છે.

 

ભારત સરકાર 1986-87થી અને એનએમઓઓપી મારફતે 2014-15થી ઓઇલ પામને પ્રોત્સાહન આપવા કેટલાક કાર્યક્રમોનો અમલ કરે છે. એનએમઓઓપીનો ઉદ્દેશ 2016-17ના અંત સુધીમાં ઓઇલ પામની ખેતી હેઠળ વધુ 1.25 લાખ હેક્ટર વિસ્તારને લાવવાનો છે. વિકાસલક્ષી પ્રયાસોને પરિણામે ઓઇલ પામ હેઠળનો વિસ્તાર 1991-92માં આશરે 8585 હેક્ટરથી વધીને 2015-16ના અંત સુધીમાં આશરે 3 લાખ હેક્ટર થયો છે. તે જ રીતે ફ્રેશ ફ્રૂટ બન્ચીસ (એફએફબી) અને ક્રૂડ પામ ઓઇલ (સીપીઓ)નું ઉત્પાદન અનુક્રમે 21,233 ટન અને 1,134 ટન (1992-93)થી વધીને વર્ષ 2014-15 દરમિયાન અનુક્રમે 11,50,000 ટન અને 1,98,000 ટન થયું હતું.

 

 

TR