પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારતમાં સરકારી પરિવહન વ્યવસ્થા સુધારવા માટે ભારત સરકારનાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ‘ટ્રાન્સપોર્ટ ફોર લંડન’ વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને હસ્તાક્ષર અને તેના અમલીકરણને મંજૂરી આપી છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડન એ ગ્રેટર લંડન ઓથોરિટી એક્ટ, 1999 (યુકે) હેઠળ સ્થાપિત થયેલી કાયદેસર સંસ્થા છે.
આ એમઓયુથી ભારતમાં સંપૂર્ણ સરકારી પરિવહન વ્યવસ્થાને સુધારવામાં મદદ મળશે, પેસેન્જર સેવામાં સુધારો થશે અને ભારતમાં વધારે ક્ષમતા ધરાવતી બસોનાં ઉપયોગને પ્રોત્સાહન મળશે. તે લાંબા ગાળે ભારત અને બ્રિટન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપશે તથા બંને દેશો વચ્ચે જોડાણ મજબૂત કરશે.
આ એમઓયુ તમામ માટે સંપૂર્ણ સરકારી પરિવહનને મજબૂત કરવામાં મદદરૂપ થશે. આ સમાજનાં ગરીબ વર્ગને ગુણવત્તાયુક્ત સરકારી પરિવહન વ્યવસ્થાની સુલભતા પ્રદાન કરવામાં પણ સહાયક થશે.
***
NP/J.Khunt/GP/RP