Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારતીય અવકાશ સંશોધન સંગઠન અને બોલિવિયન સ્પેસ એજન્સી વચ્ચેના સંશોધન અને શાંતિપુર્ણ હેતુઓ માટે બાહ્ય અંતરિક્ષ વપરાશના સહકાર માટેના સમજૂતી કરારને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને બોલિવિયા વચ્ચે શાંતિપુર્ણ હેતુઓ માટે બાહ્ય અવકાશના વપરાશ અને સંશોધનમાં સહકાર અંગેના સમજૂતી કરારને મંજૂરી આપી છે. ભારતના રાષ્ટ્રપતિની બોલિવિયાની મુલાકાત દરમિયાન બોલિવિયાના સાન્ટા ક્રુઝ ડે લા સિએરા ખાતે 29 માર્ચ, 2019ના રોજ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો અને બોલિવિયાની અંતરિક્ષ સંસ્થા વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા.

વિગતોઃ

આ સમજૂતી કરાર દ્વારા અવકાશ વિજ્ઞાન, પૃથ્વીના રિમોટ સેન્સીંગ, ઉપગ્રહ સંચાર, ઉપગ્રહ આધારિત નેવીગેશન, અવકાશ વિજ્ઞાન તથા ગ્રહોના સંશોધન, અવકાશ યાન અને અવકાશ પ્રણાલીનો ઉપયોગ તથા ગ્રાઉન્ડ સીસ્ટમ અને અવકાશી તકનીકીના ઉપયોગ જેવા ક્ષેત્રે ટેકનોલોજી અને એપ્લીકેશન જેવા પરસ્પર હિતો અંગે સહકાર સુનિશ્ચિત થશે.

આ સમજૂતી કરાર અંતર્ગત સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરાશે. જેમાં ઇસરો તથા બોલિવિયન સ્પેસ એજન્સી-એબીઇના સભ્યોનો સમાવેશ કરાશે. આ કાર્યકારી જૂથ સમજૂતી કરારની બાબતોનું નિયત સમય મર્યાદામાં અમલીકરણ માટેની કાર્યયોજના ઘડશે.

અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ

સમજૂતી કરાર પર હસ્તાક્ષર બાદ વિશેષ અમલીકરણ વ્યવસ્થા અને નિયત સમયમર્યાદામાં સમજૂતી કરારની બાબતોમાં અમલીકરણ માટે કાર્યયોજના ઘડવા કાર્યકારી જૂથની રચના કરવી.

મુખ્ય અસરોઃ

આ સમજૂતી કરાર દ્વારા પૃથ્વીના રિમોટ સેન્સીંગ ક્ષેત્રે નવી ગતિવિધિઓ, સંશોધન અને તેનો ઉપયોગ, ઉપગ્રહ નેવીગેશન, અવકાશ વિજ્ઞાન અને ગ્રહોના સંશોધન ક્ષેત્રને નવું પ્રોત્સાહન મળશે.

ખર્ચની માહિતીઃ

દરેક વિશિષ્ટ પ્રવૃત્તિઓ અંગે નાણાંકીય યોગદાન સંયુક્ત ગતિવિધિઓની પ્રવૃત્તિ પર આધારિત રહેશે અને અનુરૂપ અમલીકરણ કરારમાં તે અંગેની વિસ્તૃત માહિતીનો સમાવેશ કરાશે.

 

લાભોઃ

આ સમજૂતી કરાર દ્વારા માનવતાના લાભાર્થે અવકાશી તકનીકી ક્ષેત્રે સંયુક્ત પ્રવૃત્તિ વિકસાવવામાં આવશે, જેના દ્વારા દેશના તમામ વર્ગો તથા વિસ્તારોને લાભ મળશે.

પૃષ્ઠભૂમિઃ

  • બોલિવિયન સ્પેસ એજન્સી – એબીઇએ ડિસેમ્બર-2016માં બોલિવિયા ખાતેના ભારતીય રાજદૂતને લખેલા પત્રમાં ઇસરો સાથે અવકાશ સહયોગ માટે રસ દાખવ્યો હતો. ત્યાર બાદ ઇસરોએ 5 જુન, 2017માં બે સભ્યોના પ્રતિનિધિમંડળને ભારત આવવા માટે નિમંત્રણ આપ્યું હતું અને તેમની સાથે પૃથ્વી નિરીક્ષણ અને ઉપગ્રહ સંચાર અંગે સહભાગીતા માટે ચર્ચા વિચારણા કરી હતી. એબીઇના પ્રતિનિધિમંડળે બેગાલુરૂં ખાતેના ઇસરોની તકનીકી સુવિધાની પણ મુલાકાત લીધી હતી. બોલિવિયાએ ભારત સાથે અંતરિક્ષ સહકાર આગળ ધપાવવા અંગે રૂચિ દર્શાવી હતી અને બોલિવિયા ખાતેના ભારતીય રાજદુતે ઇસરોને અવકાશ સહયોગ અંગેનો માનક મુસદ્દો મોકલવા વિનંતી કરી હતી.
  • આ વિનંતીના મહત્વને ધ્યાને લઇને ભારત-બોલિવિયા અવકાશ સહયોગ માટે ઇસરોના અધ્યક્ષની મંજૂરી સાથેનો એજન્સી સ્તરનો મુસદ્દો બોલિવિયાને મોકલાયો હતો. બાદમાં, બોલિવિયાએ સંમતિ આપતા બંને પક્ષો પરસ્પર સંમત આવૃત્તિ પર હસ્તાક્ષર કરવા સહમત થયા હતા.

 

DK/NP/J.Khunt/GP/RP