Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારતીય રેલવેને ઊર્જા ક્ષેત્રમાં સ્વનિર્ભર બનાવવા માટે ભારત અને બ્રિટન વચ્ચે સમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતીય રેલવેને ઊર્જા ક્ષેત્રમાં સ્વનિર્ભર બનાવવા માટે આંતરરાષ્ટ્રીય વિકાસ વિભાગ (બ્રિટન સરકાર)ની સાથે સમજૂતી કરાર પર 02.12.2019નાં રોજ થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી દીધી છે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંક

રેલવે મંત્રાલયે ભારતીય રેલવેને ઊર્જા બાબતોમાં સ્વનિર્ભર બનાવવા માટે આંતરરાષ્ટ્રીય વિકાસ વિભાગ (બ્રિટન સરકાર) સાથે નીચેની સમજૂતીઓ કરી છેઃ

  1. બંને પક્ષ ભારતીય રેલવેની ઊર્જા સક્ષમતા અને ઊર્જા બાબતોમાં સ્વનિર્ભર બનાવવાના પ્રયાસમાં ઊઠાવવામાં આવતી કામગીરીઓનાં વિસ્તરણ પર સંમત થયા છે.
  2. બંનેમાંથી દરેક ભાગીદાર સમયેસમયે પોતાનાં દેશમાં વર્તમાન કાયદા, નિયમ, નિયમન અને રાષ્ટ્રીય નીતિઓ અંતર્ગત ભારતીય રેલવેને ઊર્જા સક્ષમ અને ઊર્જા બાબતોમાં સ્વનિર્ભર બનાવવાની દિશામાં જરૂરી પગલાં લેશે.
  3. બંને પક્ષ ભારતીય રેલવે માટે ઊર્જા યોજના, જેમ કે સૌર અને પવન ઊર્જા ક્ષેત્ર, ઊર્જા સક્ષમતાનાં અભ્યાસોને અપનાવવા, ઈંધણ કુશળતા હાંસલ કરવા, ઇલેક્ટ્રિકલ વીકલી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા, બેટરી સાથે સંચાલિત શન્ટિંગ લોકોમોટિવ વગેરે પર સહમત છે. બંને પક્ષો વચ્ચે તાલીમ કાર્યક્રમ, ઔદ્યોગિક પ્રવાસ, ફિલ્ડ પ્રવાસ કે સહયોગનાં અન્ય કોઈ સ્વરૂપ જેવી વિકાસ ક્ષમતા વધારવા લેખિતમાં મંજૂરી આપી શકાય છે.
  4. ભાગીદાર આ સમજૂતી કરાર અંતર્ગત ઉચિત રીતે કામગીરીઓનાં સંચાલનમાં સહયોગ કરશે. આ સમજૂતીમાં એવું કશું પણ નહીં હોય, જે ભાગીદારો વચ્ચે સહયોગની વર્તમાન અને ભવિષ્યની વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે.
  5. ભાગીદાર સમજૂતી કરારમાં અથવા એના થોડાં હિસ્સામાં પરિવર્તન કે સંશોધન કરવા માટે લેખિતમાં આગ્રહ કરી શકે છે. એમાં થયેલો કોઈ પણ ફેરફાર સંશોધિત સમજૂતી કરારનો ભાગ બનશે. આ પરિવર્તન કે સંશોધન ભાગીદારો દ્વારા નક્કી કરેલી તારીખથી લાગુ માનવામાં આવશે.
  6. સમજૂતી કરાર બંને પક્ષોનાં અધિકૃત પ્રતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર થયા પછી લાગુ થશે અને કોઈ પણ પક્ષ બીજા પક્ષને લેખિત પત્રવ્યવહાર દ્વારા સમજૂતીને રદ કરી શકે છે. આ સંજોગોમાં સમજૂતી રદ થવાથી બીજા પક્ષને લેખિતમાં જાણકારી મળ્યાના છ મહિના પછી લાગુ માનવામાં આવશે.
  7. સમજૂતી કરાર રદ થવાની અસર એ યોજનાઓ અને/અથવા કાર્યક્રમો પર નહીં થાય, જેનાં પર સમજૂતી રદ થવાની તારીખ અગાઉ ભાગીદારોમાં સંમતિ બની ગઈ હતી. એના પર સહયોગનાં ક્ષેત્ર અને એનું સ્વરૂપ ચાલુ રહેશે.
  8. ભાગીદારો વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ કે મતભેદ પરસ્પર ચર્ચાવિચારણા કરવા અને વાતચીતથી ઉકેલવામાં આવશે.

પૃષ્ઠભૂમિ

રેલવે મંત્રાલયે ઊર્જા ક્ષેત્રમાં વિકાસ માટે ટેકનિક, નીતિ, સંશોધન અને વ્યાવસાયિક પાસાંઓમાં સહયોગ માટે સમજૂતી કરાર/ફેરફારોનું વ્યવસ્થાપન કરવા માટે હસ્તાક્ષર કર્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ માળખાગત સુધારાને ટેકો આપવા તથા ઇલેક્ટ્રિસિટી ગ્રીડથી અક્ષય ઊર્જાને જોડવાનો છે. એનો ખાસ ઉદ્દેશ અગાઉથી વધારે સતત અને સર્વાંગીણ આર્થિક વૃદ્ધિ, ઊર્જાને શ્રેષ્ઠ સુરક્ષા અને કાર્બનનાં ઓછા ઉત્સર્જનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો છે.

 

ભારતીય રેલવે માટે આ સમજૂતી કરારો/ફેરફારોનું વ્યવસ્થાપન રેલવે ક્ષેત્રમાં નવીન વિકાસ અને જાણકારીને સંયુક્ત કરવાનો મંચ પ્રદાન કરે છે. આ સમજૂતીકરારો/ફેરફારોનું વ્યવસ્થાપન કરવાની ટેકનિકલ કુશળતા, રિપોર્ટ, ટેકનિકલ દસ્તાવેજો, તાલીમનું આદાનપ્રદાન અને અક્ષય ઊર્જા જેવા વિશેષ ટેકનોલોજીકલ ક્ષેત્રો પર સેમિનાર/કાર્યશાળાઓ આયોજિત કરવા અને જાણકારી આપવા મંચ પ્રદાન કરાવે છે.

NP/GP/DS