Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને અમેરિકા વચ્ચે ભારતમાં ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ 2017નું સહઆયોજન કરવા થયેલા સમજૂતીકરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારતમાં વર્ષ 2017માં ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ (જીઇએસ)નું સહઆયોજન કરવા ભારત અને અમેરિકા વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને કાર્યોત્તર મંજૂરી આપી છે. આ એમઓયુ જવાબદારીઓની વહેંચણી, લોજિસ્ટિક્સ સહિત સહકારનાં ક્ષેત્રો તથા સમિટને સરળતાપૂર્વક હાથ ધરવા માટે બંને પક્ષો વચ્ચે સ્થળ સંબંધિત જરૂરિયાતો વિશે જણાવે છે.

જીઇએસ-2017એ ઉદ્યોગસાહસિકો અને રોકાણકારોને નવાં જોડાણો કરવા માટે વિશ્વનાં અગ્રણી ઉદ્યોગ દિગ્ગજોને મળવા, નેટવર્કિંગ સેશન, સ્પર્ધાઓ કરવા, વ્યૂહાત્મક વર્કશોપ યોજવા અને સેક્ટર-સ્પેસિફિક પ્રોગ્રામ હાથ ધરવા ઉત્કૃષ્ટ તકો પ્રદાન કરી હતી. આ સમિટે યુવાન ઉદ્યોગસાહસિકો, ખાસ કરીને મહિલા ઉદ્યોગસાહસિકો અને વંચિત જૂથોને લાંબા ગાળે આર્થિક તકોનું સંવર્ધન કરવા મંચ પ્રદાન કર્યુ હતુ.

પૃષ્ઠભૂમિ

જીઇએસ-2017 હૈદરાબાદમાં 28થી 30 નવેમ્બર, 2017 સુધી યોજાઈ હતી. તેમાં બહુરાષ્ટ્રીય કંપનીઓનાં સીઇઓ, નીતિનિર્માતાઓ અને સરકારી અધિકારીઓ ઉપરાંત 150 દેશોમાંથી 1500થી વધારે રજિસ્ટર્ડ પ્રતિનિધિઓ સામેલ થયાં હતાં.

ભારતમાં જીઇએસની આઠમી એડિશન વર્ષ 2017માં યોજવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા વચ્ચે 7 જૂન, 2016નાં રોજ આયોજિત બેઠકમાં નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ 25થી 27 જૂન, 2017 સુધી અમેરિકાની મુલાકાત લીધી હતી, જેમાં આ નિર્ણયની પુનઃપુષ્ટિ કરી હતી અને અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં સલાહકાર ઇવાન્કા ટ્રમ્પને ભારતમાં જીઇએસમાં અમેરિકન પ્રતિનિધિમંડળ લઈને આવવાનું આમંત્રણ આપ્યું હતું.

જીઇએસ, વિકાસ કરતાં ઉદ્યોગસાહસિકો માટે અગ્રણી મંચ છે. આ સમિટ વિશ્વનાં અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે મળવાની, આંતરાષ્ટ્રીય ઉદ્યોગસાહસિકોનાં નેટવર્કિંગની, ઇન્નોવેટર્સ, રોકાણકારો સાથે બેઠક યોજવાની તક પ્રદાન કરે છે. સમિટે ઉદ્યોગસાહસિકો અને રોકાણકારો વચ્ચે નવા જોડાણો કરવામાં મદદરૂપ થવા સ્પર્ધા કરવા, વ્યૂહાત્મક કાર્યશાળાઓ યોજવા અને સેક્ટર-પ્રોગ્રામ માટે મંચ પણ પ્રદાન કર્યો હતો. સમિટે યુવા ઉદ્યોગસાહસિકો, ખાસ કરીને ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટ-અપ્સ માટે આર્થિક તકોમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. 

NP/J.Khunt/GP/RP