Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને આર્મેનિયા વચ્ચેના સંયુક્ત ટપાલ ટિકીટ બહાર પાડવાનાં સમજૂતી કરારને મંજૂરી આપી


મંત્રીમંડળને સંયુક્ત ટપાલ ટિકીટ પરના ભારત અને આર્મેનિયા વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલા સમજૂતી કરારની જાણકારી આપવામાં આવી હતી. આ સમજૂતી કરાર પર જૂન 2018માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સમજૂતી કરાર અનુસાર સંચાર મંત્રાલયનાં ટપાલ વિભાગ અને નેશનલ પોસ્ટલ ઓપરેટર ઑફ આર્મેનિયા (“હે પોસ્ટ” સીજેએસસી) પારસ્પરિક રીતે “નૃત્ય”ના વિષય પર ભારત અને આર્મેનિયાના સંયુક્ત સંયુક્તપણે ટપાલ ટિકીટ બહાર પાડવા અંગે સહમત થયા હતા. સંયુક્ત ટપાલ ટિકીટ ઓગસ્ટ, 2018માં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.

આ સંયુક્ત ટપાલ ટિકીટમાં ભારતના “મણિપુરી નૃત્ય” અને આર્મેનિયાના “હૌવ એરેક નૃત્ય”ને દર્શાવવામાં આવ્યા છે.

RP