Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને આર્મેનિયા વચ્ચે અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગમાં સહકાર પર થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને આર્મેનિયા વચ્ચે બાહ્ય અવકાશ કે અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગમાં સહકાર પર થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી.

આ એમઓયુ એપ્રિલ, 2017માં થયા હતા.

આ એમઓયુ અંતરિક્ષ વિજ્ઞાન, ટેકનોલોજી અને એપ્લિકેશન્સ વગેરેમાં સહકારના ક્ષેત્રોમાં સક્ષમ બનાવશે, જેમાં પૃથ્વીની દૂરસ્થ સંવેદનશીલતા; સેટેલાઇટ કમ્યુનિકેશન અને સેટેલાઇટ આધારિત નેવિગેશન; અંતરિક્ષ વિજ્ઞાન અને ઉપગ્રહીય સંશોધન; સ્પેસક્રાફ્ટ અને સ્પેસ સિસ્ટમ અને ગ્રાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ અને સ્પેસ ટેકનોલોજીની એપ્લિકેશન સામેલ છે.

આ એમઓયુ સંયુક્ત કાર્યકારી જૂથની રચના તરફ દોરી જશે, જેમાં અંતરિક્ષ વિભાગ/ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ડીઓએસ/ઇસરો)ના સભ્યો સામેલ હશે. વળી તેમાં પ્રજાસત્તાક આર્મેનિયાના શિક્ષણ અને વિજ્ઞાન મંત્રાલયની પ્રાદેશિક વિજ્ઞાન સમિતિના સભ્યો પણ સામેલ છે. આ સભ્યો નિયત સમયમર્યાદામાં કાર્યયોજના તૈયાર કરશે અને એમયુઓના અમલના માધ્યમો વિકસાવશે.

તે પૃથ્વીની દૂરસ્થ સંવેદનશીલતા, સેટેલાઇટ કમ્યુનિકેશન, સેટેલાઇટ નેવિગેશન, સ્પેસ સાયન્સ અને બાહ્ય અંતરિક્ષમાં સંશોધનના ક્ષેત્રમાં નવી સંશોધનલક્ષી પ્રવૃત્તિઓ અને એપ્લિકેશન સંભવિતતાઓ ચકાસવા પર ભાર મૂકશે.

એમઓયુ માનવતાના લાભ માટે આંતરિક ટેકનોલોજીના ઉપયોગના ક્ષેત્રમાં સંયુક્ત પ્રવૃત્તિના વિકાસ તરફ દોરી જશે. એટલે દેશના તમામ વર્ગો અને પ્રદેશોને લાભ મળશે.

આ એમઓયુ હેઠળ કાર્ય માટેની નાણાકીય જોગવાઈ હાથ ધરવામાં આવશે, જે સંબંધિત કાર્યકારિણી સંસ્થાને પ્રદાન કરવામાં આવશે. આ જોગવાઈ રાષ્ટ્રીય નીતિનિયમોને ધ્યાનમાં રાખીને પ્રદાન કરવામાં આવશે, જેમાં સંબંધિત રાજ્યોમાં લાગુ અંદાજપત્રીય નિયમો સામેલ છે. આ જોગવાઈ સંસાધનોની મર્યાદાની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ એમઓયુ હેઠળ સંયુક્ત પ્રોજેક્ટ્સ અને કાર્યો કામગીરીના પ્રકાર અને ક્ષેત્રને આધારે હાથ ધરવામાં આવશે, જે બિનવાણિજ્યિક કે વાણિજ્યિક ધોરણે હશે તથા તેનો અમલ પારસ્પરિક ચુકવણી કે વળતરની ગોઠવણી કે કરારોના આધાર વિના થશે.


પૃષ્ઠભૂમિ:

આર્મેનિયાએ અંતરિક્ષના ક્ષેત્રમાં ભારત સાથે સહકારમાં રસ વ્યક્ત કર્યો છે. તે મુજબ, અંતરિક્ષ ક્ષેત્રમાં સહકાર માટે એમઓયુના માળખાનો નમૂનો સરકારી સ્તરે વધારે પ્રક્રિયા માટે પ્રદાન કરવામાં આવ્યો હતો, જે માટે આર્મેનિયાએ એપ્રિલ, 2017માં તેની સંમતિ આપી છે. તે મુજબ, અંતરિક્ષ ક્ષેત્રના શાંતિપૂર્ણ પ્રજાસત્તાક ભારત અને પ્રજાસત્તાક આર્મેનિયાની સરકાર વચ્ચે થયેલા એમઓયુ પર ભારતના આદરણીય ઉપરાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન 25 એપ્રિલ, 2017ના રોજ યેરેવાનમાં હસ્તાક્ષર થયા હતા.

TR