પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં ભારત અને ઇઝરાયેલ વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.
આ એમઓયુ ઊર્જા ક્ષેત્રમાં થયેલા ભારત-ઇઝરાયેલ વચ્ચેનાં સંબંધને વેગ પ્રદાન કરશે એવી અપેક્ષા છે. આ સમજૂતી એકબીજાનાં દેશોમાં રોકાણને પ્રોત્સાહન આપવાની, ટેકનોલોજી હસ્તાંતરણ, આરએન્ડડી (સંશોધન અને વિકાસ), સંયુક્ત અભ્યાસ હાથ ધરવાની, માનવ સંસાધનોનું નિર્માણ કરવાની ક્ષમતા અને સ્ટાર્ટ-અપ્સનાં ક્ષેત્રમાં જોડાણની સુવિધાઓ આપશે.
***
NP/J.Khunt/GP/RP