પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે “માહિતી, સંચાર અને મીડિયાનાં ક્ષેત્રમાં સહકાર” સ્થાપિત કરવા ભારત અને ઇથિયોપિયા વચ્ચે સમજૂતી પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી છે.
આ સમજૂતીનો ઉદ્દેશ માહિતીનાં પ્રસાર માટે માહિતી, સંચાર અને માહિતીનાં વધતા પાવરનો લાભ લેવાનો તથા સમાવેશી વિકાસ માટે બંને દેશો વચ્ચે પહોંચ વધારવાનો છે. તે આદાનપ્રદાન કાર્યક્રમો મારફતે બંને દેશનાં લોકો વચ્ચે સંપર્ક પણ વધારશે. તે બંને દેશોને માહિતી, સંચાર અને મીડિયાનાં ક્ષેત્રમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ અને નવીનતાઓ વહેંચવા માટે તક પણ પ્રદાન કરશે.
આ સમજૂતી રેડિયો, પ્રિન્ટ મીડિયા, ટીવી, સોશિયલ મીડિયા વગેરે સામૂહિક મીડિયાનાં માધ્યમો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપશે, જેનો ઉદ્દેશ બંને દેશોનાં લોકોને વધુ તકો પ્રદાન કરવાનો તથા જાહેર જવાબદારી ઊભી કરવાનો છે.
સંસ્થાકીય માળખાગત કાર્ય મારફતે આ સમજૂતી બંને દેશો વચ્ચે પ્રતિનિધિઓ, અધિકારીઓનાં આદાનપ્રદાનને સુલભ બનાવશે, જે તેમને એકબીજાની શ્રેષ્ઠ પદ્ધતિઓમાંથી શીખવાની, સમાનતા અને સર્વસમાવેશકતા લાવવાની તકો પ્રદાન કરશે.
NP/J.Khunt