Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે નશાકારક દ્રવ્યો, માદક પદાર્થો તથા તેની પૂરોગામી પ્રવૃત્તિઓની ગેરકાયદેસર દાણચોરીની સમસ્યાનું સમાધાન કરવા થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નશાકારક દ્રવ્યો, માદક પદાર્થોની ગેરકાયદેસર દાણચોરી અને અવર-જવરની સમસ્યાનું સમાધાન કરવા ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને પોતાની મંજૂરી આપી દીધી છે.

આ સમજૂતીથી માદક પદાર્થો અને નશીલા દ્રવ્યોનાં નિયમન તથા માદક પદાર્થોની દાણચોરીની સમસ્યાનું સમાધાન કરવા માટે પરસ્પર સહયોગ સ્થાપિત કરવામાં મદદ મળશે. આ સમજૂતીકરાર જે તારીખે થયો છે એ તારીખથી અમલમાં આવશે અને 5 વર્ષનાં સમયગાળા માટે લાગુ રહેશે.

ભારતે 37 દેશોની સાથે આ પ્રકારની સમજૂતીઓ/સમજૂતીકરારો/સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે.

સમજૂતી કરારની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:-

• આ સમજૂતીથી બંને દેશો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય ડ્રગ નિયંત્રણ સંધિઓ અનુસાર માદક પદાર્થો અને નશીલા દ્રવ્યોની દાણચોરી અને તેની અવર-જવરની સમસ્યાનું સમાધાન કરવામાં સહયોગ વધશે.

• આ સંમતિ પત્ર અંતર્ગત સહયોગમાં માદક પદાર્થો, નશીલા પદાર્થોની ગેરકાયદેસર દાણચોરી અને એની અવરજવરની સમસ્યાનું સમાધાન કરવામાં બંને દેશોનાં રાષ્ટ્રીય કાયદાનાં હાલની કાયદાકીય જોગવાઈઓ પર આધારિત વિવરણનું આદાન-પ્રદાન કરવાનું, માદક દ્રવ્ય, નશાકારક પદાર્થોની ગેરકાયદેસર દાણચોરી અને એની અવરજવર તથા અનિવાર્ય રસાયણો, મની લોન્ડરિંગનાં કામમાં સામેલ લોકોની ઓળખ કરવાની દ્રષ્ટિએ નિયંત્રિત વિતરણ સંચાલનનાં ઉપયોગમાં એકબીજાને મંજૂરી આપવી અને સહાયતા આપવાનું સામેલ છે.

• સંમતિ પત્ર અંતર્ગત આ સંમતિ પત્ર અનુસાર પ્રાપ્ત સૂચના અને દસ્તાવેજોની ગોપનિયતા જાળવી રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

******

J.Khunt/RP