Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને બહુરાષ્ટ્રીય સંગઠિત અપરાધના નિવારણ માટે સહકાર પર સમજૂતીકરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને બહુરાષ્ટ્રીય સંગઠિત અપરાધમાં સહકાર સ્થાપિત કરવા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)ને કાર્યોત્તર મંજૂરી આપી છે.

પ્રસ્તાવિત સમજૂતી કરાર માહિતી, કુશળતા, અનુભવ અને ક્ષમતા નિર્માણના આદાનપ્રદાન મારફતે વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાનું નિર્માણ કરવા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંબંધોને મજબૂત કરશે.

આ સમજૂતીકરાર ઓળખ કરાયેલા ક્ષેત્રોમાં આદાનપ્રદાન અને સહકારની જરૂરિયાત ધરાવતા તમામ મુદ્દાઓ માટે અસરકારક માળખું છે.

પારસ્પરિક સહકાર બંને દેશો વચ્ચે સંસ્થાગત આદાનપ્રદાનને સરળ બનાવશે. એક વખત લાગુ થયા પછી સમજૂતીકરાર આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને બહુરાષ્ટ્રીય સંગઠિત અપરાધને નિયંત્રણમાં લેવામાં મદદ કરશે.

AP/J.Khunt/TR/GP