Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગરિક ઉડ્ડયન સુરક્ષામાં સહકારના સંવર્ધન અને વિકાસ માટે થયેલા એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગરિક ઉડ્ડયન સુરક્ષામાં સહકારના સંવર્ધન અને વિકાસ માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી હતી.

આ એમઓયુ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની ઓથોરિટીઝને ઓસ્ટ્રેલિયન ઉડ્ડયન ઓથોરિટીઝની કુશળતા જાણવાની અને ભારતમાં ઉડ્ડયન સુરક્ષાનું સંપૂર્ણ વાતાવરણ સુધારવાની તક પૂરી પાડશે.

આ એમઓયુ આંતરરાષ્ટ્રીય નીતનિયમોનું પાલન કરશે તેમજ બંને દેશો વચ્ચે સુરક્ષા સહકારના ક્ષેત્રમાં પ્રોત્સાહન આપશે.