પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળેભારત અને કોલંબિયા વચ્ચે રોકાણના પ્રોત્સાહન અને સુરક્ષા માટે 10 નવેમ્બર 2009ના રોજ થયેલા કરાર અંગે સંયુક્ત વ્યાખ્યાત્મક જાહેરાતને મંજૂરી આપી હતી.
વર્તમાન કરારનાં અર્થઘટન અંગે જેઆઇડી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવશે કેમ કે, તે ઘણા નિયમો માટે સંયુક્ત રીતે અમલી બનાનારા અર્થઘટનની નોંધનો સમાવેશ કરશે જેમાં રોકાણકારની વ્યાખ્યા, રોકાણની વ્યાખ્યા, સમાન અને વાજબી વ્યવહાર (એફઈટી), રાષ્ટ્રીય વ્યવહાર (એનટી), અને મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન), મિલકત જપ્તીની ક્રિયા, રાજ્યના વિવાદના ઉકેલની જોગવાઈ અને લાભાલાભના ઇનકારની બાબતોનો સમાવેશ થાય છે.
સંયુક્ત વ્યાખ્યાત્મક જાહેરાત (જેઆઈડી)એ રોકાણ નીતિને મજબૂત કરવામાટે રાજ્યતંત્રમાં મહત્વની પૂરક ભૂમિકા અદા કરે છે. દ્વિપક્ષીય રોકાણ સંધિમાં (બીઆઇટી) વધતાં જતાં વિવાદો વચ્ચે આ પ્રકારના કરારો આર્બીટ્રેશન ટ્રિબ્યુનલ સામે મજબૂત અને સચોટ પુરાવા રજૂ કરે તેવી સંભાવના છે. બંને પક્ષો દ્વારા આ પ્રકારનાં મક્કમ વલણથી આર્બિટ્રેશન ટ્રિબન્યુનલ સંધિને સારી રીતે સમજી શકશે.
RP