પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને ગ્રીસ વચ્ચે થયેલા એર સર્વિસીસ એગ્રીમેન્ટ (એએસએ – હવાઈ સેવા સમજૂતી)ને મંજૂરી આપવામાં આવી હતી.
આ સમજૂતી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની સાથે બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, પ્રવાસન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને વેગ આપવાની સંભવિતતા ધરાવે છે. તે બંને દેશોની એરલાઇનને સલામતી અને સુરક્ષા સાથે વાણિજ્યિક તકો પૂરી પાડશે, ત્યારે સતત અને સાતત્યપૂર્ણ જોડાણ માટે સક્ષમ વાતાવરણ ઊભું કરશે.
એએસએની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છેઃ
અત્યારે ભારત અને ગ્રીસ વચ્ચે કોઈ એએસએ નથી. બંને દેશોનું પ્રતિનિધિમંડળ 6-7 સપ્ટેમ્બર, 2016ના રોજ નવી દિલ્હીમાં મળ્યું હતું તથા એએસએના અંતિમ મુસદ્દાને તૈયાર કર્યો હતો. નવીન ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (આઇસીએઓ) ટેમ્પ્લેટ મુજબ આ સમજૂતી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં નવીન હિલચાલને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે હવાઈ સેવાઓનું જોડાણ વધારવાનો છે.
JKhunt/TR/GP