પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને જાપાન વચ્ચેની દ્વિપક્ષીય વિનિમય વ્યવસ્થા (બીએસએ) માટેનાં સમજૂતી કરારમાં આગળ વધવા માટેની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે અને તેણે વધુમાં વધુ 75 બિલિયન અમેરિકી ડોલર સાથે આરબીઆઈ અને બેંક ઑફ જાપાન વચ્ચે દ્વિપક્ષીય વિમિમય વ્યવસ્થા માટે એકનાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવા રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)ને અધિકાર આપ્યો છે.
મુખ્ય લક્ષણો:
વિનિમય વ્યવસ્થા ભારત અને જાપાન વચ્ચેની એક સમજૂતી છે જેનો ઉદ્દેશ્ય વિદેશી હુંડીયામણમાં ટૂંકા ગાળાની ખોટને પહોંચી વળવા માટે બેલેન્સ ઑફ પેમેન્ટના યોગ્ય સ્તરને જાળવી રાખવા માટે વધુમાં વધુ 75 બિલિયન અમેરિકી ડોલરની રકમને મૂળભૂત રીતે આદાન-પ્રદાન કરવાનો અને પુનઃ આદાનપ્રદાન કરવાનો છે.
લાભો:
બીએસએ ભારત અને જાપાન વચ્ચે આપત્તિના સમયે અને આંતરરાષ્ટ્રીય વિશ્વાસ સંપાદિત કરવા માટે એકબીજાને સહાય કરવાના વ્યુહાત્મક રાજકીય ઉદ્દેશ્ય માટેના પારસ્પરિક સહયોગનું એક સારું ઉદાહરણ છે. આ સુવિધા વડે મંજૂર કરવામાં આવેલ રકમ ભારત માટે તાત્કાલિક ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ હશે. આ વ્યવસ્થા અમલમાં આવતા ભારતીય કંપનીઓ માટે વિદેશી મૂડીનો ઉપયોગ કરવાના અવસરો ખુલશે કારણ કે દેશના આદાન-પ્રદાન દરની સંતુલિતતામાં વધુ વિશ્વાસ સંપાદિત થયેલો હશે. બેલેન્સ ઑફ પેમેન્ટ (બીઓપી)માંથી ઉદભવતી સમસ્યાઓને ઉકેલવા માટે આ પ્રકારના વિનિમયની ઉપલબ્ધતા એ સ્થાનિક ચલણ પર થતા કાલ્પનિક આક્રમણો નિર્ધારિત કરશે અને આદાન-પ્રદાન દરની અસ્થિરતાની આરબીઆઈની સક્ષમતાને પણ વ્યાપકપણે વધારશે.
આ વ્યવસ્થા એ ભારત અને જાપાન વચ્ચેની પારસ્પરિક આર્થિક સહયોગ અને વિશેષ વ્યુહાત્મક અને વૈશ્વિક ભાગીદારીમાં વધુ એક સીમાચિહ્ન સમાન છે.
RP