Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને તાજિકિસ્તાન વચ્ચે કસ્ટમ્સ બાબતોમાં સહકાર અને પારસ્પરિક સહાય પર થયેલી સમજૂતીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આયોજિત કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં કસ્ટમ્સની બાબતોમાં સહકાર અને પારસ્પરિક સહાય પર ભારત અને તાજિકિસ્તાન વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષરને મંજૂરી આપવામાં આવી હતી.

આ સમજૂતી કસ્ટમ અપરાધોનાં નિવારણ અને તપાસ માટે પ્રસ્તુત માહિતી ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે. સમજૂતી બંને દેશો વચ્ચે ચીજવસ્તુઓનાં વેપારની કાર્યદક્ષ મંજૂરી સુનિશ્ચિત કરશે અને વેપારમાં વધારો કરશે તેવી પણ અપેક્ષા છે.

પૃષ્ઠભૂમિ:

આ સમજૂતી બંને દેશોનાં કસ્ટમ્સ સત્તામંડળો વચ્ચે માહિતી અને ઇન્ટેલિજન્સની વહેંચણી માટે કાયદેસર માળખું પ્રદાન કરશે તથા કસ્ટમ્સ કાયદા યોગ્ય રીતે લાગુ કરવામાં, કસ્ટમ્સ અપરાધોનાં નિવારણ અને તપાસમાં તથા કાયદેસર વેપારને સુલભ કરવામાં મદદ કરશે. સમજૂતી ભારતીય કસ્ટમ્સની ચિંતાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં લે છે, ખાસ કરીને જાહેર કરેલ કસ્ટમ્સ મૂલ્ય, ચીજવસ્તુઓનું મૂળ અને બંને દેશો વચ્ચે વેપાર થયેલા ચીજવસ્તુઓનાં ટેરિફનું વર્ગીકરણ અંગેની માહિતીનાં આદાનપ્રદાનનાં ક્ષેત્રમાં.