Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને નાઇજીરિયા વચ્ચેની સંશોધિત હવાઈ સેવા સમજૂતીને મંજૂરી આપ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને નાઇજીરિયા વચ્ચે સંશોધિત એર સર્વિસ એગ્રીમેન્ટ (એએસએ – હવાઈ સેવા સમજૂતી) પર હસ્તાક્ષર માટે મંજૂરી આપી છે. બંને દેશો વચ્ચે અગાઉ 31 જાન્યુઆરી, 1978ના રોજ સમજૂતી થઈ હતી. બંને દેશો વચ્ચે હવાઈ જોડાણ સુધારવાના હેતુસર અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં નવીન ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને નવીન આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંસ્થા (આઇસીએઓ) મુજબ આ સમજૂતીમાં સુધારો કરવામાં આવ્યો છે.

ભારત અને નાઇજીરિયા સંશોધિત સમજૂતી બંને દેશો વચ્ચે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સંબંધોમાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, પ્રવાસન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં મોટો વધારો કરવાની સંભવિતતા ધરાવે છે.

આ હવાઈ સેવા સમજૂતીની મહત્વપૂર્ણ ખાસિયતો નીચે મુજબ છેઃ

1) બંને દેશો એક કે વધારે એરલાઇન્સ નિયુક્ત કરવાનો અધિકાર ધરાવશે.

2) બંને દેશોમાં કોઈ પણ દેશની નિયુક્ત એરલાઇન્સ હવાઈ સેવાઓના પ્રોત્સાહન અને વેચાણ માટે બીજા દેશના વિસ્તારમાં ઓફિસ સ્થાપિત કરવાનો અધિકાર ધરાવશે.

3) બંને પક્ષો સંપૂર્ણ ત્રીજા, ચોથા અને પાંચમા સ્વતંત્રતા ટેરિફ અધિકારો સાથે કોઈ પણ પ્રકારના વિમાન સાથે એકબીજાના વિસ્તાર વચ્ચે ગમે તેટલી સંખ્યામાં સંપૂર્ણપણે કાર્ગો સેવાઓ કાર્યરત કરવા સંમત થયા હતા.

4) વાણિજ્યિક બાબતોની વિચારણાને આધારે નિયુક્ત એરલાઇન વાજબી સ્તરે સંમત સેવાઓના સંબંધમાં ભાડાના દર નક્કી કરવા સ્વતંત્ર હશે.

5) દરેક પક્ષની નિયુક્ત એરલાઇન સમાન પક્ષ અને અન્ય પક્ષની નિયુક્ત એરલાઇન્સ સાથે સહકારી માર્કેટિંગ સમજૂતી કરી શકે છે.

6) નવી જોગવાઈ મુજબ દરેક પક્ષ રુટ શીડ્યુલમાં સૂચવેલા રુટ પર દરેક દિશામાં અઠવાડિયામાં મહત્તમ 7 ફ્રીકવન્સી સંચાલિત કરવાનો અધિકાર ધરાવશે.

7) ઉપરોક્ત સિવાય નવી હવાઈ સેવા સમજૂતી (એએસએ) ભારતીય મોડલના એએસએ મુજબ સંચાલક સત્તામંડળ, સંમત સેવાઓની કામગીરીના સંચાલનના સિદ્ધાંતો, રુટિંગ અનુકૂળતા, વાણિજ્યિક તકો, ઉડ્ડયન સલામતી, ઉડ્ડયન સલામતી સાથે સંબંધિત જોગવાઈ પાછી ખેંચવા કે રદ કરવાના અધિકારો પણ ધરાવે છે.

TR