પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જળ સંસાધન, નદી વિકાસ અને ગંગાના જીર્ણોદ્ધારના મંત્રાલય તથા નેધરલેન્ડના પર્યાવરણ અને માળખાગત મંત્રાલય વચ્ચે જળ સંસાધન વ્યવસ્થાપનના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.
આ એમઓયુમાં કલ્પના કરવામાં આવી છે કે બંને સરકારો પારસ્પરિક સમંતિના ક્ષેત્રમાં અનુભવ અને કુશળતા વહેંચવા અને જોડાણ કરીને જળ સંસાધન વ્યવસ્થાપન અને વિકાસના ક્ષેત્રમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સહકાર વધારવા કામ કરશે, જેમાં જળ સંસાધનો, નદીના બેઝિનનું વ્યવસ્થાપન, નિર્ણય સહકાર વ્યવસ્થા, ડેલ્ટા મેનેજમેન્ટ, પાણીનીં ગુણવત્તાનો મુદ્દો અને નકામા પાણીનું રિસાઇકલિંગ તથા નવીન કન્સેશન વ્યવસ્થા મારફતે પુનઃઉપયોગની ટેકનિક સામેલ છે. એમઓયુ હેઠળ સહકારના સ્વરૂપમાં અભ્યાસ મુલાકાતો, સેમિનાર, સમારંભો અને હસ્તાક્ષરકર્તાઓના નિષ્ણાતોની બેઠકો મારફતે જાણકારી અને કુશળતાના આદાનપ્રદાનને પ્રોત્સાહન સામેલ હશે, જે સંયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપશે અને ક્ષમતા નિર્માણના કાર્યક્રમો/તાલીમના વિકાસને આગળ વધારશે, તાલીમ જૂથોનું આદાનપ્રદાન કરશે તથા શૈક્ષણિક અને એપ્લાઇડ રિસર્ચ અને તાલીમના હેતુસર અન્ય પ્રવૃત્તિઓ હાથ ધરશે, પારસ્પરિક સહભાગીતા અને/અથવા પ્રસ્તુત સહકારના પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમોને પ્રોત્સાહન આપશે, સરકારી ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપશે. સંયુક્ત કાર્યકારી જૂથની રચના એમઓયુને હાથ ધરવાની પ્રવૃત્તિ પર નજર રાખવા માટે કરવામાં આવશે.
આ દ્વિપક્ષીય સહકારથી નદીના બેઝિનના મેનેજમેન્ટ, ગંગા સહિત વિવિધ નદીઓમાં પ્રદૂષણ દૂર કરવા, પાણીની ગુણવત્તા સુધારવા અને પાણીના અસરકારક ઉપયોગના ક્ષેત્ર સહિત જળ સંસાધન સાથે સંકળાયેલ કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓની સંસ્થાગત અને ટેકનિકલ ક્ષમતામાં વધારો થવાથી દેશને લાભ થશે.
પૃષ્ઠભૂમિ
જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર મંત્રાલયે નીતિ અને ટેકનિકલ કુશળતાની વહેંચણી, તાલીમ અભ્યાસક્રમો, કાર્યશાળાઓ, વૈજ્ઞાનિક અને ટેકનિકલ સીમ્પોઝિયા, નિષ્ણાતોનું આદાનપ્રદાન, અભ્યાસ પ્રવાસ વગેરે મારફતે નદી સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપનમાં અન્ય દેશો સાથે દ્વિપક્ષીય સહકારની કલ્પના કરી છે. નેધરલેન્ડે નદીના તટપ્રદેશનું વ્યવસ્થાપન આયોજન/સંકલિત જળ સંસાધનોના વ્યવસ્થાપન, પ્રદૂષણ નિવારણ, નિર્ણય લેવાની વ્યવસ્થા, પાણીની ગુણવત્તા, નકામા પાણીનું રિસાઇકલિંગ અને તેના પુનઃવપરાશ વગેરેમાં સારી એવી સફળતા મેળવી છે, જેને ધ્યાનમાં રાખીને તેનો અનુભવ અને કુશળતા નેધરલેન્ડ સાથે સમજૂતી કરવાનો નિર્ણય લેવાયો છે અને આ સમજૂતીથી લાભ થશે તેવી આશા છે.
AP/J.Khunt/TR/GP