Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને પ્રજાસત્તાક કોરિયા વચ્ચે સ્ટાર્ટઅપ સહયોગ માટે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સ્ટાર્ટઅપ સહયોગ પર ભારત અને પ્રજાસત્તાક કોરિયા વચ્ચે થયેલા સમજૂતીકરારને પૂર્વવર્તી અસરથી મંજૂરી આપી દીધી છે. આ સમજૂતી કરાર પર ફેબ્રુઆરી, 2019માં હસ્તાક્ષર થયાં હતાં.

આ એમઓયુથી બંને દેશોનાં સ્ટાર્ટઅપ ઉદ્યોગો વચ્ચે દ્વિપક્ષીય સહયોગમાં સરળતા થશે અને પ્રોત્સાહન મળશે, આ ઉદ્યોગો તેમનાં રાષ્ટ્રીય કાયદા અને નિયમનો તથા આવી કોઈ અસરકારક આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ અને સંધિઓ પર આધારિત હોવા જરૂરી છેતથા બંને દેશો સાથે સંબંધિત હોવા જોઈએ.

J.Khunt/RP