Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને બલ્ગેરિયા વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં સાથ-સહકાર વધારવા માટે થયેલી સમજૂતીને મંજૂરી આપી


 

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને બલ્ગેરિયા વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં સાથ-સહકાર વધારવા માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી.

વિગતઃ

સમજૂતીકરારનાં મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છેઃ

  1. પ્રવાસન ક્ષેત્રમાં દ્વિપક્ષીય સાથ-સહકાર વધારવો
  2. પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત માહિતી અને આંકડાનું આદાન-પ્રદાન કરવું
  3. પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા હિતધારકોને પ્રોત્સાહન આપવું, જેમાં હોટેલ અને ટૂર ઓપરેટર સામેલ છે
  4. માનવ સંસાધન વિભાગમાં સાથ-સહકાર વધારવા માટે આદાન-પ્રદાન કાર્યક્રમ સ્થાપિત કરવો
  5. દ્વિપક્ષીય પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ટૂર ઓપરેટર/મીડિયા/ઓપિનિયન મેકર (અભિપ્રાયો ઘડતાં નિષ્ણાતો)ની મુલાકાતોનું આદાન-પ્રદાન કરવું
  6. પ્રચાર, માર્કેટિંગ, પ્રવાસન સ્થળનાં વિકાસ અને વ્યવસ્થાપનનાં ક્ષેત્રોમાં અનુભવોનું આદાન-પ્રદાન કરવું
  7. આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે બંને દેશોનાં પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવા માટે ફિલ્મ ટૂરિઝમ મારફતે દ્વિપક્ષીય સાથ-સહકાર વધારવો અને
  8. સલામત, સન્માનજનક અને સ્થાયી પ્રવાસનને પ્રોત્સાહન આપવું.

 

પૃષ્ઠભૂમિ:

ભારત અને બલ્ગેરિયાએ 26.05.1994નાં રોજ પ્રવાસન ક્ષેત્રમાં સાથસહકાર વધારવા માટે સમજૂતી પર અગાઉ હસ્તાક્ષર કર્યા હતાં. બલ્ગેરિયા ભારત માટે સંભવિત પ્રવાસન બજારોમાં સામેલ છે (ભારતમાં વર્ષ 2017માં બલ્ગેરિયામાંથી અંદાજે 52889 પ્રવાસીઓ આવ્યાં હતાં). બલ્ગેરિયા સાથે સમજૂતીકરાર (એમઓયુ) આ અગત્યનાં સ્રોત માર્કેટીંગ થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે મહત્ત્વપૂર્ણ માધ્યમ બનશે.

 

 

NP/J.Khunt/GP/RP